ફર્નિચરનું કામ કરતાં પિતાના દીકરાએ બોર્ડમાં બાજી મારી

રાજકોટ, રાજકોટના અંબાજી કડવા પ્લોટમાં કલર કામ કરતા પિતાના પુત્ર એ બોર્ડમાં મેદાન માર્યું. સમીર જીતેન્દ્રભાઈ ગોહેલએ ધોરણ ૧૦ માં ૯૯.૯૯ પર્સન્ટાઈલ મેળવ્યા છે. સમીરના પિતા કલર કામ કરે છે. ત્યારે સમીરે પિતાનું નામ રોશન કર્યું છે. મધ્યમ વર્ગીય પરિવારના દીકરા દીકરીઓ મેદાન મારી રહ્યા છે.
સમીરના માતા-પિતાએ પણ ખુશી વ્યક્ત કરી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યા બાદ ધોરણ-૧૦ બોર્ડનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આપણે ત્યાં એક કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાઈ, અત્યારે આ કહેવત શબ્દસઃ સાચી ઠરી છે.
રાજકોટ શહેરમાં સાધારણ પરિસ્થિતિમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરનાર સમીર ગોહેલ ધોરણ ૧૦માં ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ પ્રથમ આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમીર ગોહિલે જણાવ્યું કે, તેના ૬૦૦ માંથી ૫૯૩ માર્કસ આવ્યા છે. સાયન્સ, સોશિયલ સ્ટડી, ઇંગલિશ તેમજ સંસ્કૃતમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ આવ્યા છે. તેમજ મેથ્સમાં ૯૯ માર્કસ આવ્યા છે.
મારા પિતા જીતેન્દ્રભાઈ ફર્નિચર કામ તેમજ કલર કામકાજ સાથે સંકળાયેલા છે. મારા માતા પિતાનું સ્વપ્ન હતું કે હું બોર્ડ પ્રથમ આવું. ત્યારે માતા પિતાનું સ્વપ્ન મે આજે સાકાર કર્યું છે. તેમજ આગળ મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે.