દુબઇ કેફેમાં ઓર્ડરની ડિલિવરી માટે રોબોટ્સનો ઉપયોગ
દુબઈ: દુબઈના રોબોકેફેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે, રોબોટ્સે માણસોની જગ્યા લઇ લીધી છે. આ કેફેમાં ગ્રાહકો જર્મન-મેડ રોબોટ્સ સાથે તેમના ઓર્ડર પ્લેસ કરી શકે છે, જે બાદ રોબર્ટ્સ ઓર્ડર તૈયાર કરીને સીધા તેમના ટેબલ પર પહોંચાડે છે.
એક ગ્રાહક જમાલ અલી હસને જણાવ્યું કે, આ એક સારો વિચાર છે. તેણે કહ્યું કે, “રેસ્ટોરન્ટમાં ફેરબદલ ઓછું છે, તેથી હું અપેક્ષા રાખું છું કે આ વિચાર લોકપ્રિય થશે. તમે ઓનલાઇન ઓર્ડર કરો છો અને રોબોટ તમારી સામે કામ કરશે. રોબોટ તમને જે જાેઈએ તે મિનિટોમાં આપશે.
ઉલ્લેખનીય છે કે, રોબોકેફે બે વર્ષ કરતાં વધુ સમયથી કામ કરી રહ્યું છે, પરંતુ રોગચાળાને કારણે તેની શરૂઆત માર્ચ ૨૦૨૦થી મોડી થઇ હતી. અંતે સંયુક્ત આરબ અમિરાતમાં છૂટ અપાયા બાદ આ કેફે જૂનમાં ખુલ્યું હતું. રોબોકેફે દુબઈની સરકારની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પહેલના સમર્થનથી બનાવવામાં આવ્યું હતું. અહીં માણસને ફક્ત ત્યારે જ બોલાવવામાં આવે છે, જ્યારે અવરોધો હોય અથવા કઈંક સૅનેટાઇઝ કરવાનું હોય.
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાશિદ એસા લુટાહએ જણાવ્યું કે, ગ્રાહક અહીં ટચ સ્ક્રીન પરથી ઓર્ડર આપે છે, પછી બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ર્નિભર કરે છે. રોબોટ નાના સર્વિસ બોટ દ્વારા ટેબલ પર ગ્રાહક સુધી પહોંચાડે છે. ગ્રાહક વિન્સેન્ટ મેરિનોએ કહ્યું કે, હું થોડો ટેકનોર્ડ છું, તેથી નાના રોબોટ્સ રૂમ્બા વેક્યૂમ ફૂડ પહોંચાડતાં જાેતાં, તે કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં એસેમ્બલી લાઇન જેવું લાગે છે.