FY2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં TBO ટેકનો વ્યવસાય વધ્યો
અગ્રણી ટ્રાવેલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટીબીઓ ટેક લિમિટેડ(tbo.com) ભારતમાં ફૂલ સર્વિસ એરલાઇન્સની બીજી સૌથી મોટી વિક્રેતા છે (સ્તોત્રઃ પીજીએ લેબ્સ રિપોર્ટ, આઇએટીએ). કંપનીએ રૂ. 2,100 કરોડ સુધીનું ફંડ ઊભું કરવા આઇપીઓ માટે સેબીમાં ડીઆરએચપી દાખલ કર્યું છે.
ટીબીઓ ટેકએ હોટેલ્સ, એરલાઇન્સ, કાર રેન્ટલ્સ, ટ્રાન્સફર્સ, ક્રૂઝ, વીમો, રેલ અને અન્ય (સંયુક્તપણે “સપ્લાયર્સ”) અને ટ્રાવેલ એજન્સીઓ અને સ્વતંત્ર ટ્રાવેલ સલાહકારો જેવા રિટેલ ગ્રાહકો (“રિટેલ ગ્રાહકો”) સહિત ગ્રાહકો માટે પ્રવાસનો વ્યવસાય સરળ કર્યો છે. એના એન્ટરપ્રાઇઝ ગ્રાહકોમાં ટૂર ઓપરેટર્સ, ટ્રાવેલ મેનેજમેન્ટ કંપનીઓ, ઓનલાઇન ટ્રાવેલ કંપનીઓ, સુપર-એપ્સ અને લૉયલ્ટી એપ્સ (“એન્ટરપ્રાઇઝ બાયર્સ”, રિટેલ ગ્રાહકો સાથે સંયુક્તપણે “ગ્રાહકો”) સામેલ છે. ટીબીઓનું ટૂ-સાઇડેડ ટેકનોલોજી પ્લેટફોર્મ સપ્લાયર્સ અને બાયર્સને એકબીજા સાથે સરળતાપૂર્વક વ્યવહાર કરવા સક્ષમ બનાવે છે. આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ અને પ્રવાસન બજારનાં કેન્દ્ર તરીકે કામ કરે છે, જે વર્ષ 2019માં 9.2 ટ્રિલિયન ડોલરનો હતો, જેમાં કુલ પુરવઠા અને માંગ સામેલ છે તથા સપ્લાયર્સ અને બાયર્સને એકબીજા સાથે જોડે છે.
ડીઆરએચપી મુજબ, ટીબીઓ ટેકએ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કામગીરીમાં સારો સુધારો જોયો છે, જેનો સંદર્ભ બુકિંગ ધરાવતા સપ્લાયર્સની સંખ્યા અને વાર્ષિક ધોરણે નાણાકીય વ્યવહાર કરનાર ગ્રાહકોની સંખ્યા સાથે છે.
30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા છ મહિના માટે ટીબીઓનાં કુલ નાણાકીય વ્યવહારોનું મૂલ્ય (જીવીએ) રૂ. 33,964.09 મિલિયન હતું, જે નાણાકીય વર્ષ 2020-21ના સમાન ગાળામાં રૂ. 30,855.43 મિલિયન હતું. 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા છ મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાંતી કુલ જીટીવીનું પ્રદાન 37.03 ટકા વધ્યું હતું, જે નાણાકીય વર્ષ 2020-21માં 19.28 ટકા હતું.
નાણાકીય વર્ષ 2020-21માં હોટેલ્સ અને સંલગ્નમાંથી કુલ જીટીવીનું પ્રદાન રૂ. 7,394.70 મિલિયનથી વધીને રૂ. 13,780. 24 મિલિયન થયું હતું. સપ્ટેમ્બર, 2021માં પૂર્ણ થયેલા છ મહિના દરમિયાન એરમાંથી જીટીવીનું પ્રદાન કુલમાં 86 ટકા હતું, જેનું મૂલ્ય રૂ. 20,183.85 મિલિયન હતું, જે નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 23,460.74 મિલિયન હતું.
ડીઆરએચપી મુજબ, ટીબીઓનો કુલ નફો નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 1,058.36 મિલિયનથી વધીને સપ્ટેમ્બર, 2021માં પૂર્ણ થયેલા છ મહિનામાં રૂ. 1,212.36 મિલિયન થયો હતો. એ જ રીતે નાણાકીય વર્ષ 2020-21માં કુલ પ્રોફિટ માર્જિન પણ 3.43 ટકાથી વધીને 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા છ મહિનામાં 3.57 ટકા થયું હતું.
ટીબીઓ ટેક એસેટ લાઇટ બિઝનેસ મોડલ ધરાવે છે, જે મજબૂત સંચાલન અને ઝડપી ટેકનોલોજી પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આ કોર્પોરેટ કરન્સીની જેમ ડેટાનો ઉપયોગ કરે છે. પ્લેટફોર્મે પાર્ટનર્સના મૂલ્યને વધારવા એકબીજા સાથે જોડાયેલા પરિબળો સાથે નેટવર્ક અસર ઊભી કરી છે. ટીબીઓની અનુભવી લીડરશિપ ટીમ અને એના પ્રતિબદ્ધ સ્થાપકો બહોળો અનુભવ અને કુશળતા ધરાવે છે. એનું ઉત્કૃષ્ટ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અનુભવની મૂડી ધરાવે છે.
ટીબીઓ ટેકએ આઇપીઓમાંથી પ્રાપ્ત થનાર ફંડમાંથી રૂ. 570 કરોડનો ઉપયોગ વૃદ્ધિ માટે તથા નવા ગ્રાહકો અને સપ્લાયર્સ ઉમેરીને એના પ્લેટફોર્મને મજબૂત કરવા માટે કરવાની યોજના બનાવી છે. રૂ. 90 કરોડનાં ચોખ્ખા ફંડનો ઉપયોગ વ્યૂહાત્મક એક્વિઝિશન અને ઇનઓર્ગેનિક વૃદ્ધિ માટે પણ થશે. બાકીના ફંડનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે થશે.