G20 પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ
(પ્રતિનિધિ) ડાકોર, G20 સમિતને લઈને પગાર કેન્દ્ર શાળા., ઢુણાદરા, તાલુકોઃ- ઠાસરા, જીલ્લો ઃ- ખેડા ખાતે ધોરણ છ થી આઠ ના બાળકો દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક ધોરણમાંથી ત્રણ ગ્રુપ સત્યમ, શિવમ અને સુંદરમ પાડવામાં આવ્યા હતા અને તે ગ્રુપ ને એક વિષય ય્૨૦ આપવામાં આવ્યો હતો.
સૌપ્રથમ પ્રાર્થના સભામાં G20 Summit વિશે બાળકોને માહિતી આપવામાં આવી અને આપણો ભારત દેશ કેટલો નસીબદાર છે કે આ વખતે એટલે કે વર્ષ ૨૦૨૩ માં G20 નું આયોજન આપણા રાષ્ટ્રમાં કરવામાં આવ્યું.
દેશની સંસ્કૃતિ, સમૃદ્ધિ, વારસો અને વિકાસના ગૌરવશાળી વર્ષોની યાદમાં, ધોરણ ૬થી ૮ ના વિદ્યાર્થીઓ માટે પોસ્ટર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ યોજાઈ હતી. સ્પર્ધાની થીમ G20′ હતી. પ્રવાહ મુજબ વિષયોની ફાળવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ આપેલ વિષયો પર ચિત્ર, સૂત્રો અને અવતરણો લખીને તેમના વિચારો અને વિચારો વ્યક્ત કર્યા હતા.
વિદ્યાર્થીઓની રજૂઆતમાં જે ઉત્સાહ હતો તે જાેઈ અને અનુભવી શકાય છે. વિદ્યાર્થીઓએ આપેલા વિષયો પર ઉત્કૃષ્ટ રીતે ડિઝાઇન કરેલા પોસ્ટરો દ્વારા તેમની કલાત્મક કુશળતા પ્રદર્શિત કરી. આ પ્રવૃત્તિએ વિદ્યાર્થીને વ્યસ્ત રાખ્યો અને તેમની સર્જનાત્મકતાને અન્વેષણ કરવા અને તેમની કુશળતા દર્શાવવા માટે તેમને એક પ્લેટફોર્મ આપ્યું.
આ સ્પર્ધા ના પરિણામ માટે ઓનલાઇન જજાેની વરણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદ, અમરેલી અને દિલ્હી જેવા મોટા શહેરોમાં જે કલાના અને બાળકોની સર્જનાત્મક શક્તિના જાણકાર છે તેવા મહાનુભાવોની મદદ લેવામાં આવી હતી અને આ દરેક પોસ્ટરનો તેમને ફોટો મોકલી દેવામાં આવ્યો હતો
અને તેના આધારે તેમણે પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ આપ્યો હતો. સૌથી વિશેષ અને ગર્વ લેવા બાબત એ છે કે આ તમામ જજાે એ ધોરણ ૬ થી ૮ ના બાળકો એ કરેલા આવા સર્જનાત્મક પોસ્ટર મેકિંગને ખૂબ વખણ્યા અને કહ્યું કે આને જજ કરવું ખરેખર ખૂબ જ મુશ્કેલ ભર્યું કાર્ય હતું.