Western Times News

Gujarati News

કોલસા પરની ર્નિભરતા ઘટાડવા ભારતને JETPમાં જાેડાવા જી૭ દેશોની વિનંતી

નવેમ્બરમાં ઈજિપ્તના શર્મ અલ શેખમાં યુએનની ક્લાઈમેટ કોન્ફરન્સમાં જેઈટીપીની જાહેરાત થઈ શકે

નવી દિલ્હી,  જી-૭ દેશોએ ભારતને એક જસ્ટ એનર્જી ટ્રાંજિશન પાર્ટનરશિપ (જેઈટીપી)માં જાેડાવા કહ્યું છે, જે ભારતમાં સ્વચ્છ ઊર્જા પ્રોજેક્ટ્‌સને વેગ આપવા અને કોલસા પર દેશની ર્નિભરતા ઘટાડવામાં મદદ કરશે. ભારતે હજુ સુધી ભાગીદારી ઓફરનો જવાબ આપ્યો નથી.

જાે ભારત આ સ્વીકારે છે, તો નવેમ્બરમાં ઈજિપ્તના શર્મ અલ શેખમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ કોન્ફરન્સમાં જેઈટીપીની જાહેરાત થવાની શક્યતા છે. રિપોર્ટ્‌સ અનુસાર, જી-૭માં સામેલ થવાની વિનંતીને ભારતે ફગાવી નથી. ભારતીય વિદેશ મંત્રાલય તેના પર વિચાર કરી રહ્યું છે.

યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે તેમની ભારતની મુલાકાત દરમિયાન ભારતને જી-૭માં સામેલ થવા વિનંતી કરી હતી. ૧૯ ઓક્ટોબરે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મુંબઈમાં તેમના ભાષણમાં તેમણે કહ્યું કે, વિકસિત દેશોએ આ મુદ્દે આગળ આવવું જાેઈએ.

મેં ભારત સહિત તમામ દેશોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાને વેગ આપવા મહત્વાકાંક્ષી યોજનાઓ સાથે સમર્થનના ગઠબંધનની હાકલ કરી છે. તેથી હું જસ્ટ એનર્જી ટ્રાન્ઝિશન પાર્ટનરશિપની સ્થાપનાનું સ્વાગત કરું છું. આવી ભાગીદારી ભારત જેવા દેશોને રાષ્ટ્રીય માલિકીની નજીકથી સંકલિત પ્રક્રિયા દ્વારા પુનઃપ્રાપ્ય ઊર્જાને વેગ આપવા માટે મદદ કરી શકે છે. આનાથી લાખો ભારતીયોને ફાયદો થશે જેઓ પ્રદૂષણ, ઉર્જા ગરીબી અને આબોહવા સંકટની ત્રિવિધ અસરોથી પીડિત છે.

ગુટેરેસે કહ્યું કે વિકસિત દેશોએ તેમની રાષ્ટ્રીય આબોહવા યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે નેતૃત્વ લેવું જાેઈએ. આ કરવા માટે તેમને નાણાકીય અને ટેક્નોલોજી સહાયની જરૂર છે. જસ્ટ ટ્રાંજિશન એનર્જી પાર્ટનરશિપ વધારે માત્રામાં કોલસા પર આધાર રાખતી અર્થવ્યવસ્થાઓને નવીનીકરણીય ઉર્જામાં સ્થાનાંતરિત કરવામાં મદદ કરવા માટે તૈયાર છે. આ ભાગીદારી ભારત, ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને વિયેતનામમાં આગળ વધી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.