આજે મોદી – ટ્રમ્પ વચ્ચે યોજાનારી બેઠક
નવી દિલ્હી : વિશ્વભરના રાજકીય નેતાઓમાં સૌથી લોકપ્રિય અને મજબુત મનોબળના કારણે સોશિયલ મીડિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જી-૭ માં ભારત સભ્ય નહી હોવા છતાં આમંત્રણ આપવામાં આવ્યું છે જે ભારતની સૌથી મોટી જીત છે અને જી-૭ ના શિખર સંમેલનમાં આજે બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાય તેવી સંપૂર્ણ શકયતાથી વિશ્વભરના લોકોની નજર આ બેઠક પર મંડાયેલી છે
આજે બપોરે જી-૭ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરિયાઈ સુરક્ષા તથા ગ્લોબલ વો‹મગના મુદ્દે મહત્વપૂર્ણ પ્રવચન આપવાના છે અને ત્યારબાદ વિદેશોના ટોચના નેતાઓ સાથે બેઠકો કરવાના છે.
ફ્રાંસમાં યોજાયેલી જી-૭ ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મળતા તેઓ ત્યાં પહોંચી ગયા છે અને વડાપ્રધાન મોદી વિશ્વભરના નેતાઓ સાથે બેઠકો કરી રહયા છે આ ઉપરાંત આજે તેઓ ખૂબ જ મહત્વપૂર્ણ ભાષણ પણ આપવાના છે.
જી-૭ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળવાના છે આ બેઠકમાં કાશ્મીરના મુદ્દે ચર્ચા થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારતે તેનો વિરોધ કરી ત્રીજા પક્ષની દરમિયાનગીરી ફગાવી દીધી હતી.