Western Times News

Gujarati News

૬ દિવસમાં ‘ગદર ૨’ બની ૨૦૨૩ની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ

સનીની સુનામીમાં વહી ગયા શાહરૂખ-સલમાન-પ્રભાસ

સની દેઓલની ફિલ્મ ગદર ૨ની કમાણી જાેઈને લાગે છે કે આ સિક્વલ ગદરનો રેકોર્ડ પણ તોડી નાખશે

મુંબઈ, સની દેઓલની એક ગર્જનાએ બોક્સ ઓફિસ પર બધાને પાછળ છોડી દીધા છે. સની દેઓલની ગદર ૨ સુનામી બનીને જબરદસ્ત કમાણી કરી રહી છે, જેના મોજામાં શાહરૂખ ખાનની પઠાણથી લઈને પ્રભાસની આદિપુરુષ અને સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાનથી લઈને રણવીર સિંહની રોકી અને રાનીની પ્રેમ કહાની ઉડી ગઈ, ખબર પણ પડી નહીં. ગદર ૨ને રિલીઝ થયાને ૬ દિવસ થઈ ગયા છે, પરંતુ સિનેમાઘરોમાં તારા સિંહને જાેવા લોકોની ભીડ ઓછી થઈ રહી નથી. Gadar 2 became the second biggest hit film of 2023 in 6 days

ગદર ૨ બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મ ૬ દિવસમાં ૩૦૦ કરોડનો આંકડો સ્પર્શી જશે. લોંગ વીકએન્ડનો પૂરો ફાયદો ઉઠાવતા ગદર ૨ એ માત્ર ૩ દિવસમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો. ગદર ૨ સ્વતંત્રતા દિવસ પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ પણ ધરાવે છે.સની દેઓલની ગદર ૨ શાહરૂખ ખાનની પઠાણ પછી વર્ષ ૨૦૨૩ની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે.

ગદર ૨ હવે કમાણીના મામલે માત્ર પઠાણથી પાછળ છે. કેરળ સ્ટોરી ૨૪૨.૨૦ કરોડ સાથે ત્રીજા નંબરે છે. ચોથા નંબર પર રણબીર કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ છે, આ ફિલ્મે ૧૪૯.૦૫ કરોડની કમાણી કરી છે. પાંચમા સ્થાને રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ રોકી ઔર રાની ૧૩૭.૦૨ કરોડની કમાણી સાથે છે.ગદર ૨ એ શરૂઆતના દિવસે ૪૦.૧ કરોડનું કલેક્શન કર્યું, ગદર ૨ એ રિલીઝના બીજા દિવસે ૪૩.૮ કરોડનું બમ્પર કલેક્શન કર્યું,

ત્રીજા દિવસે રવિવારે, ગદર ૨ એ બોક્સ ઓફિસ પર ગદર કટ કરી અને ચોથા દિવસે સની દેઓલે ૫૧.૭ કરોડની કમાણી કરી. અને અમિષા પટેલની ગદર ૨ એ લગભગ ૩૯ કરોડની કમાણી કરી હતી ગદર ૨ એ ૫માં દિવસે કમાલ કરી હતી. ગદર ૨ એ સ્વતંત્રતા દિવસે ૫૫.૫ કરોડની કમાણી કરી હતી.જાે ગદર ૨ આ જ ગતિથી આગળ વધતું રહેશે તો આ વીકેન્ડમાં ફિલ્મ ૫૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે. સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મને માત્ર ચાહકો જ નહીં પરંતુ બોલિવૂડ સ્ટાર્સ તરફથી પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે.સલમાન ખાનથી લઈને કાર્તિક આર્યન અને મૃણાલ ઠાકુર સુધી બધા સની પાજીના ચાહક છે અને ફિલ્મના જાેરદાર વખાણ કરી રહ્યા છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.