‘ગદર ૨’એ છેલ્લા આઠ દિવસમાં ૩૦૦ કરોડનો આંકડો પાર કર્યો
મુંબઈ, ફેન્સ સની દેઓલની ‘ગદર ૨’ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી. ફિલ્મ જાેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તારા સિંહ અને સકીનાની આગળની વાર્તા ‘ગદર ૨’માં બતાવવામાં આવી રહી છે, જે લોકોના દિલ જીતવામાં સફળ છે. Gadar 2 has crossed the mark of 300 crores in the last 8 days
ફિલ્મે છેલ્લા આઠ દિવસમાં ૩૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ‘ગદર ૨’ની કમાણી આકાશને આંબી રહી છે અને આ જાેઈને મેકર્સ પણ ઘણા ખુશ છે. ‘ગદર ૨’ને મળી રહેલો અદભૂત પ્રતિસાદ જાેઈને લાગે છે કે મેકર્સ પાર્ટ ૩ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. સની દેઓલે ‘ગદર ૩’ વિશે પણ વાત કરી છે.
વાસ્તવમાં, સની દેઓલ ગત દિવસે એરપોર્ટ પર જાેવા મળ્યો હતો. સની દેઓલ બ્લુ બ્લેઝર સાથે સફેદ શર્ટ અને બ્લુ ડેનિમ પહેરેલો જાેવા મળ્યો હતો. આ દરમિયાન પાપારાઝીએ તેને કહ્યું કે હવે ‘ગદર ૩’ની રાહ જાેવાઈ રહી છે. જવાબમાં હસીને સની દેઓલે કહ્યું કે તે પણ આવશે.
આ દરમિયાન સની દેઓલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. હાલમાં નિર્માતાઓએ હજી સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં સનીએ મજાકમાં આ કહ્યું કે, ખરેખર ‘ગદર ૩’નું પ્લાનિંગ ચાલી રહ્યું છે, આના પર કંઈપણ કહેવું મુશ્કેલ છે.
બાય ધ વે, જાે આપણે ‘ગદર ૨’ ના આંકડાઓ પર નજર કરીએ તો લોકો ફિલ્મને પસંદ કરી રહ્યા છે. અઠવાડીયા પછી પણ ફિલ્મ જાેવા માટે લોકોનો ધસારો જાેવા મળી રહ્યો છે. આ ફિલ્મે પહેલા ત્રણ દિવસમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો હતો. કમાણીમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી, બલ્કે ફિલ્મ સતત રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે રિલીઝના ૯માં દિવસે ૩૩૬ કરોડનો આંકડો પાર કરી લીધો છે. હજુ પણ બોક્સ ઓફિસની કમાણી પર કોઈ બ્રેક નથી લાગી.
તમને જણાવી દઈએ કે, ‘ગદર ૨’માં સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર લીડ રોલમાં છે. ગયા વખતની જેમ આ વખતે પણ સની દેઓલ તારા સિંહના રોલમાં છે. અમીષાએ સકીનાનું પાત્ર ભજવ્યું છે. બંનેની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. ફિલ્મના ગીતો પણ ટ્રેન્ડમાં છે.SS1MS