2.5 કરોડના ચેક બાઉન્સ મામલે ‘ગદર’ની અમિષા પટેલે રાંચી કોર્ટમાં આત્મ સમર્પણ કર્યુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/Amisha-Patel.jpg)
મોઢું ઢાંકીને કોર્ટમાં હાજર થવું પડ્યું અમિષા પટેલને- ફિલ્મ બનાવવા માટે અજયકુમાર સિંહે અમીષા પટેલને અઢી કરોડ રુપિયા ટ્રાન્સફર કર્યા હતા.
બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલે શનિવારે રાંચી કોર્ટમાં આત્મસમર્પણ કર્યુ છે. જે પછી કોર્ટે તેમને ફરી 21 જૂનના રોજ હાજર થવા માટે ઓર્ડર કર્યા હતો.
અમીષા પટેલે શનિવારના રોજ સિવિલ કોર્ટમાં સિવિલ જજ સીનિયર ડિવિઝન ડીએન શુક્લાની કોર્ટમાં આત્મસમર્પણ કર્યુ હતું. જ્યા તેમને 10 હજારની બે બેલ પર જામીન આપવામાં આવ્યા હતા. એપ્રિલમાં થયેલી સુનાવણી દરમ્યાન કોર્ટે તેમના ઉપર સમન્સ કાઢ્યુ હતું. પરંતુ ત્યારે અભિનેત્રી હાજર થઈ નહોતી. તેના પછી કોર્ટે વોરંટ જાહેર કર્યુ હતું. રાંચીના અરગોડા નિવાસી અજય કુમારે રાંચી સીજેએમ કોર્ટમાં અમિષા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
અમીષાની વિરુદ્ધ કોર્ટમાં વોરંટ જારી કરવામાં આવ્યો હતો. આ મામલો વર્ષ 2017 નો છે. જેમા હરમુ હાઉસિંગ કોલોનીમાં એક કાર્યક્રમ દરમ્યાન અજયકુમાર સિંહ સાથે અમીષા પટેલની મુલાકાત થઈ હતી. અને તેમને ફિલ્મોમાં પૈસા રોકવા માટે ઓફર મળી હતી.
बिहार अभिनेत्री अमीषा पटेल ने रांची की सिविल कोर्ट में किया सरेंडर, मामला चेक बाउंस से जुड़ा है ,कोर्ट ने उन्हें 21 जून को दोबारा पेश होने का निर्देश दिया है ,,,,
Amisha Patel | #AmishaPatel@KaushikiDubey8 pic.twitter.com/j6wPnxv1q0
— manishkharya (@manishkharya1) June 17, 2023
આરોપ પ્રમાણે ફિલ્મ બનાવવા નામ પર અજયકુમાર સિંહે અમીષા પટેલને અઢી કરોડ રુપિયા તેના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. અજય કુમાર સિંહ લવલી વર્લ્ડ ઈન્ટરનેશનલના પ્રોપરાઈટર છે. ફિલ્મ ન બનાવવા પછી પૈસા પરત લેવા માટે અજય કુમારે નીટલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, અમીષા પટેલે તેની સાથે છેતરપીંડી કરી છે. ફિલ્મ ન બનાવવાના કારણે તેમણે અમીષા પાસેથી પૈસા પરત માગ્યા હતા. જેમા અભિનેત્રી તરફથી તેમને ચેક આપવામાં આવ્યો હતો. પરંતુ તે ચેક બાઉન્સ થઈ ગયો હતો.