ગેમ ચેન્જરઃ કિઆરા-રામ ચરણના ૪ ગીત પાછળ રૂ.૭૫ કરોડ ખર્ચાયા
મુંબઈ, સાઉથના જાણીતા ડિરેક્ટર એસ.શંકર પોલિટિકલ એક્શન ડ્રામા ફિલ્મ ‘ગેમ ચેન્જર’ સાથે કમબૅક કરવા તૈયાર છે. આ ફિલ્મમાં રામ ચરણ અને કિઆરા અડવાણી મુખ્ય રોલમાં છે, આ ફિલ્મનું ટ્રેલર શુક્રવારે લોંચ કરવામાં આવ્યું છે. જેને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે.
આ સાથે આ ફિલ્મના મ્યુઝિકના રાઇટ્સ ધરાવતી કંપની દ્વારા એક્સ પર ખુલાસો કરવામાં આવ્યો છે કે ફિલ્મના મેકર્સ દ્વારા આ ફિલ્મના ૪ ગીતો માટે ૭૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે – ‘જારાગંડી’, ‘રા માચા માચા’, ‘નાના હાયરાના’ અને ‘ધોપ’ બધાં જ બહુ મોટા પાયા પર બનાવવામાં આવ્યા છે. તેમાંથી ‘જારાગાંડી’ ગીત પ્રભુ દેવાએ કોરિયોગ્રાફ કર્યું છે, જેમાં ૬૦૦ ડાન્સર્સ અને ૭૦ ફૂટનો ગામડાનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ ગીતનું શૂટ પુરું કરતાં જ ૧૩ દિવસ લાગ્યા હતા અને ડાન્સર્સ અને કલાકારો માટે જ્યુટના ઇકો ળેન્ડલી કોસ્ચ્યુમ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. તો બીજું ગીત ‘રા માચા માચા’ ગણેશ આચાર્ય દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે. તેમાં ૧૦૦૦ ડાન્સર્સ છે અને દેશના લોકનૃત્યોને તેમાં સમાવવામાં આવ્યા છે.
‘નાના હાયરાના’ ભારતનું એવું પહેલું ગીત છે, જેમાં ઇન્ળારેડ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ ગીત ન્યુઝીલેન્ડમાં શૂટ કરવામાં આવી હતી. તો ‘ધૂપ’ જાની માસ્ટર દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે અને તેમાં ૧૦૦ રશિયન ડાન્સર્સ સાથે શૂટ કરવામાં આવ્યું છે. તેને શૂટ કરવામાં આઠ દિવસ થયાં હતાં. આમ, ‘ગેમ ચેન્જર’ના દરેક ગીતની અલગ-અલગ ખાસિયત છે અને તેના માટે તોતિંગ ખર્ચ થયો છે.
ત્યારે ડિરેક્ટર એસ.શંકરના ફૅન્સે તેમની તરફેણ કરી હતી અને કહ્યું હતું કે તેમની ફિલ્મોના ગીતો હંમેશા ઝાકમઝોળ અને ભવ્યાતિભવ્ય જ હોય છે.
તેનું ઉદાહરણ ઐશ્વર્યા રાયની પહેલી ફિલ્મ ‘જિન્સ’ના ગીતો પણ છે. જોકે, માત્ર ગીતો પાછળ ૭૫ કરોડના ખર્ચ સાથે ઘણા લોકો અસહમત પણ છે. તેમને આ પૈસાનો વ્યય લાગે છે. ગેમ ચેન્જરમાં અંજલિ, સમુથિરકણી, એસજે સૂર્યા, શ્રિકાંત, પ્રાકાશ રાજ અને સુનિલ જેવા કલાકારો છે અને આ ફિલ્મ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થશે.SS1MS