અજયની શૈતાન કરતાં પણ ખતરનાક છે ગામી ફિલ્મ
મુંબઈ, ગામી એક એડવેન્ચર Âથ્રલર ફિલ્મ છે, જે માઇથોલોજીના રેફરન્સ પર આધારિત છે. આમાં પોતાના અÂસ્તત્વને શોધતા એક વ્યક્તિની જર્ની અને તે કેવી રીતે અઘોરીઓની વચ્ચે જાય છે તે બતાવવામાં આવ્યું છે. તેમાંથી વ્યક્તિ પોતાના જીવનમાં અસ્તિત્વ અને સત્યની શોધમાં વ્યસ્ત થઈ જાય છે. તે તે વ્યક્તિને હિમાલય જવાની સલાહ આપે છે.
આ પછી આ જર્નીમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળે છે. ગામી ૮ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. સાઉથની સાથે-સાથે અમેરિકન બોક્સ ઓફિસ પર ફિલ્મનો ડંકો વાગી રહ્યો છે. ફિલ્મે એક દિવસ પહેલા એટલે કે ત્રણ દિવસમાં ૨૦.૩ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે. શૈતાન સાથે બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી આ થ્રિલર ફિલ્મે પહેલા દિવસે ૯ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ હતું.
તેણે પહેલા જ દિવસે પોતાના બજેટ કરતાં ત્રણ ગણી કમાણી કરી છે. ફિલ્મમાં વિશ્વાક સેને લીડ રોલ નિભાવ્યો છે. ગામીને વિદ્યાધર કગિતાએ ડાયરેક્ટ કરી છે. ડાયરેક્ટર તરીકે આ તેમની પહેલી ફિલ્મ છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ ફિલ્મ ૩ કરોડ રૂપિયાના બજેટમાં બની છે. તેને બનવામાં પૂરા ૬ વર્ષ લાગ્યા છે.
આ ફિલ્મ વિશ્વાસ સેનના કરિયરની સૌથી મોટી હિટ માનવામાં આવી રહી છે. અમેરિકામાં ‘ગામી’ સ્ક્રીનની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઇ રહી છે. આ ફિલ્મની ટક્કરમાં રિલીઝ થયેલી ગોપીચંદની ‘ભીમા’ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ.
ગામી વિઝુઅલ ટ્રીટ ફેન્સ અને ઓડિયન્સને ખૂબ જ ઇમ્પ્રેસ કરી રહી છે. તે કોઇ હોલિવૂડ ફિલ્મના ટક્કરની મૂવી છે. તેનું ટ્રેલર જોઇને જ લાગે છે કે તેને બનાવવામાં ઘણી મહેનત લાગી છે. ફિલ્મની અપાર સફળતાને જોતાં વિશ્વાકે ખુશી વ્યક્ત કરી છે. વિશ્વાસ સેન પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આભાર મેસેજ પોસ્ટ કર્યો છે.
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, પ્રિય ઓડિયન્સ અને સિનેમાના ચાહનારાઓનો હું દિલથી આભાર માનું છું કે તમે ગામીને સફળતા અપાવી. સોશિયલ મીડિયા પર ફેન્સ પોસ્ટ કરી રહ્યાં છે કે આ ફિલ્મ હોલિવૂડ રેન્જમાં શૂટ કરવામાં આવી છે. જણાવી દઇએ કે ઝી૫એ મેકર્સ પાસેથી ગામીના ઓટીટી રાઇટ્સ પહેલાથી જ ખરીદી લીધા છે. એપ્રિલના અંત સુધી ઓટીટી પર રિલીઝ થઇ શકે છે.SS1MS