ગાંધાર ઓઈલ રિફાઈનરીનો IPO બુધવાર, 22 નવેમ્બર, 2023ના રોજ ખૂલશે
મુંબઈ, ગાંધાર ઓઈલ રિફાઈનરી (ઈન્ડિયા) લિમિટેડ (“કંપની”) એ તેના આઈપીઓ (“ઓફર”) બુધવાર, 22 નવેમ્બર, 2023ના રોજ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બિડ/ઓફરની અંતિમ તારીખ શુક્રવાર, 24 નવેમ્બર 2023 હશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફરનો સમયગાળો એ બિડ/ઓફર ખોલવાની તારીખ પહેલાંનો એક કાર્યકારી દિવસ છે, એટલે કે મંગળવાર, નવેમ્બર 21, 2023. GANDHAR OIL REFINERY (INDIA) LIMITED’S INITIAL PUBLIC OFFERING TO OPEN ON WEDNESDAY, NOVEMBER 22, 2023
ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 160 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ. 169 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 14,872 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 88 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
આઈપીઓમાં રૂ. 3,020 મિલિયનના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો (નીચે જણાવ્યા મુજબના) દ્વારા 1,17,56,910 ઇક્વિટી શેર્સના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણકર્તા શેરધારકોમાં શ્રી રમેશ બાબુલાલ પારેખ (“પ્રમોટિંગ શેરહોલ્ડર”) દ્વારા 22,50,000 સુધીના ઇક્વિટી શેર, શ્રી કૈલાસ પારેખ દ્વારા 22,50,000 સુધીના ઇક્વિટી શેર્સ, કુ. ગુલાબ પારેખ દ્વારા 22,50,000 સુધીના ઇક્વિટી શેર્સ (શ્રી કૈલાસ પારેખ અને કુ. ગુલાબ પારેખને “પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર્સ” તરીકે ઓળખવામાં આવે છે), ગ્રીન ડેઝર્ટ રિયલ એસ્ટેટ બ્રોકર્સ દ્વારા 30,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, ડેનવર બિલ્ડિંગ મેટ એન્ડ ડેકોર ટીઆર એલએલસી દ્વારા 10,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, ફ્લીટ લાઇન શિપિંગ સર્વિસીઝ એલએલસી દ્વારા 10,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, શ્રી સુનિથ મેનન દ્વારા 1,970 સુધીના ઇક્વિટી શેર્સ, શ્રી વિજેન્દ્ર સુમતિલાલ પટણી દ્વારા 1,970 સુધીના ઇક્વિટી શેર્સ, શ્રી વિનય પ્રભાકર ઉલ્પે દ્વારા 1,970 સુધીના ઇક્વિટી શેર્સ અને શ્રી મયૂર ભૂપેન્દ્રલાલ દેસાઇ દ્વારા 1,000 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે (ગ્રીન ડેઝર્ટ રિયલ એસ્ટેટ બ્રોકર્સ, ડેન્વર બિલ્ડિંગ મેટ એન્ડ ડેકોર ટીઆર એલએલસી, ફ્લીટ લાઇન શિપિંગ સર્વિસીસ એલએલસી, શ્રી સુનિથ મેનન, શ્રી વિજેન્દ્ર સુમતિલાલ પટણી, શ્રી વિનય પ્રભાકર ઉલ્પે અને શ્રી મયૂર ભૂપેન્દ્રલાલ દેસાઈ સંયુક્તપણે “અન્ય વેચાણકર્તા શેરહોલ્ડર્સ” તરીકે ઓળખાશે). (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર, પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર્સ અને અન્ય વેચાણકર્તા શેરહોલ્ડર્સ સંયુક્તપણે “સેલિંગ શેરહોલ્ડર્સ” તરીકે ઓળખાશે અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા ઓફર કરાયેલા આવા ઇક્વિટી શેર્સ “ઓફર્ડ શેર્સ” ગણાશે).
કંપની (1) બેંક ઓફ બરોડા પાસેથી ટેક્સોલ દ્વારા મેળવેલી લોન સુવિધાની પુન:ચુકવણી/પૂર્વ ચુકવણી માટે ધિરાણ માટે લોન દ્વારા ટેક્સોલમાં રોકાણ (2) ટેક્સોલમાં રોકાણ માટે ફ્રેશ ઈશ્યુની આવકનો ઉપયોગ કરવા માંગે છે; (ii) કંપનીના સિલ્વાસા પ્લાન્ટમાં ઓટોમોટિવ ઓઈલની ક્ષમતામાં વિસ્તરણ માટે જરૂરી સાધનો અને સિવિલ વર્કની ખરીદી દ્વારા મૂડી ખર્ચ; (3) કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાત માટે ભંડોળ પૂરું પાડવા અને (4) અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ફ્રેશ ઇશ્યૂથી મળનારી રકમનો ઉપયોગ કરવા માંગે છે.
આ ઓફર એસસીઆરઆરના નિયમ 19(2)(બી)ની શરતોમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે, જે સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના નિયમન 31 સાથે વાંચવામાં આવી છે અને સેબી આઈસીડીઆર રેગ્યુલેશનના રેગ્યુલેશન 6(1) અનુસાર છે જેમાં ઓફરના 50%થી વધુ લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (“ક્યુઆઈબી” અને આવો ભાગ, “QIB ભાગ”)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. કંપની, બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે પરામર્શ કરીને, સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”) અનુસાર વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબી ભાગના 60% સુધી ફાળવી શકે છે, જેમાંથી એક તૃત્યાંશ ભાગ માત્ર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી એન્કર ઈન્વેસ્ટર ફાળવણી કિંમત (એન્ક ઇન્વેસ્ટર ફાળવણી કિંમત) અથવા તેનાથી ઉપરની માન્ય બિડ્સ પ્રાપ્ત થવાને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબસ્ક્રિપ્શન ઓછું હોય અથવા નોન-એલોકેશનની સ્થિતિમાં, બાકીના ઇક્વિટી શેર નેટ ક્યુઆઈબી પોર્શન (નેટ ક્યુઆઈબી પોર્શન)માં ઉમેરવામાં આવશે.