Western Times News

Gujarati News

સબ ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલ ગાંધીધામ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન

અમદાવાદ, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન ના સબ ડિવિઝનલ હોસ્પિટલ ગાંધીધામ ખાતે કેન્સર સ્ક્રીનીંગસ્ત્રીરોગ રોગોથાઇરોઇડ સંબંધી સમસ્યાઓ અને દાંતના રોગો તપાસ માટે એક વ્યાપક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ નું આયોજન ડિવાઇન લાઇફ હોસ્પિટલગાંધીધામ અને એસએસઓ કેન્સર કેરઅમદાવાદના સહયોગ થી કરવામાં આવ્યું.

આ કેમ્પ માં કુલ 83 રેલવે લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમણે તબીબી પરીક્ષણ અને જરૂરી સારવાર મેળવી હતી. આ લાભાર્થીઓમાં કુલ સાત શંકાસ્પદ કેસોની ઓળખ કરવામાં આવી હતી.જેમાં સંભવિત કેન્સર અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમાવેશ થતો હતો. આમાં એક થાઇરોઇડ કેન્સરનો શંકાસ્પદ કેસએક સર્વાઇકલ ટીબીનો કેસત્રણ મોંના કેન્સરના શંકાસ્પદ કેસએક ફાઇબ્રોએડેનોસિસનો અને એક લાઈપોમા નો કેસ શામેલ છે.

સ્ત્રી રોગની શ્રેણીમાં ત્રણ કેસની ઓળખ કરવામાં આવી હતી – એક વેજાઈનલ કેન્ડિડાયાસીસએક પોસ્ટમેનોપોજલ રક્તસ્રાવ અને વ્હાઇટ ડિસ્ચાર્જ નો કેસ સામેલ છે. તપાસ અંતર્ગત કુલ 15 સેમ્પલ લેવામાં આવ્યાજેમાં પેપ સ્મીયર અને 10 બ્લડ સેમ્પલ સામેલ છે. આનાથી વધુ અલ્ટ્રાસોનોગ્રાફી (USG) રેડિયોલોજીકલ તપાસ પણ કરવામાં આવી.

ડેન્ટલ ટીમ દ્વારા કુલ 10 દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતીજેમાં સ્કેલિંગ, 2 રૂટ કેનાલ ટ્રીટમેન્ટ (RCT), એક ફિલિંગ, 2 કેપિંગ અને એક્સટ્રેક્શન પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. બધા શંકાસ્પદ અથવા રોગગ્રસ્ત દર્દીઓને વધુ તપાસ અને સારવાર માટે યોગ્ય કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું અને જરૂરી રેફરલ્સ કરવામાં આવ્યા હતા જેથી તેઓ સમયસર યોગ્ય સારવાર મેળવી શકે.

આ પહેલ સબ-ડિવિઝનલ રેલ્વે હોસ્પિટલગાંધીધામ અને તેની સહયોગી સંસ્થાઓની રેલ્વે લાભાર્થીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છેજેમા ગંભીર આરોગ્ય સમસ્યાઓની સમયસર ઓળખ અને નિવારક સંભાળને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ની પ્રારંભિક ઓળખ અને જાગૃતિને પ્રોત્સાહન આપવાનો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.