Western Times News

Gujarati News

1 ફેબ્રુઆરીથી ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર

પ્રતિકાત્મક

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસના સંચાલન સમયમાં 1 ફેબ્રુઆરી 2025 થી આગામી સૂચના સુધી અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:

• 01 ફેબ્રુઆરી 2025 થીટ્રેન નં. 19406 ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ ગાંધીધામથી 08.10 કલાકને બદલે 05.35 કલાકે ઉપડશે અને 14.50 કલાકને બદલે 12.20 કલાકે પાલનપુર પહોંચશે.

• 01 ફેબ્રુઆરી, 2025 થીટ્રેન નં. 19405 પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ પાલનપુરથી 15.40 કલાકને બદલે 13.10 કલાકે ઉપડશે અને 22.20 કલાકને બદલે 19.50 કલાકે ગાંધીધામ પહોંચશે.

ઉપરોક્ત ફેરફારને કારણેબધા મધ્યવર્તી સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે. મુસાફરોને  વિંનતી કરવામાં આવે છે કે ટ્રેનોના સંચાલન સમય થી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ અસુવિધા ના થાય.

 



Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.