ગાંધીધામ-પુરી નોન ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોકને કારણે રદ કરાઈ
રાયપુર મંડળ પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોકને કારણે ગાંધીધામ-પુરી અને અમદાવાદ પુરી એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત રહેશે
દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વેના રાયપુર મંડળ પર લખૌલી-રાયપુર આરવી બ્લોક વચ્ચે ડબલિંગ તથા મંદિર હસૌદ સ્ટેશન પર યાર્ડ મોડેલિંગ કાર્ય અને નયા રાયપુર સ્ટેશનને ચાલુ કરવા માટે નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે અમદાવાદ મંડળમાંથી ઉપડતી ગાંધીધામ-પુરી અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવિત રહેશે.જેની વિગતો નીચે મુજબ છે.
રદ્દ કરાયેલી ટ્રેનો
• 07 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 22973 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ
• 10 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 22974 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ
ડાયવર્ટ ટ્રેનો
• 8, 10, 11, 12 અને 15 સપ્ટેમ્બર 2022 ટ્રેન નંબર 12844 અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ રાયપુર-ટિટિલાગઢ-વિજિયનગરમના બદલે પરિવર્તિત રૂટ વાયા રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા રોડ, સંબલપુર, ટિટિલાગઢ થઈને દોડશે.
• 6, 8, 09, 10, 13 અને 15 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ વિજયનગરમ-ટિટિલાગઢ રાયપુરના બદલે પરિવર્તિત માર્ગ વાયા ટિટિલાગઢ, સંબલપુર, ઝારસુગુડા રોડ, બિલાસપુર, રાયપુર થઈને દોડશે.
• 9 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 20862 અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ રાયપુર-ટિટિલાગઢ-સંબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા રોડ, સંબલપુર થઈને દોડશે.
• 07 અને 14 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 20861 પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ સંબલપુર- ટિટિલાગઢ-રાયપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા સંબલપુર, ઝારસુગુડા રોડ, બિલાસપુર, રાયપુર થઈને દોડશે.
રિશિડ્યુલ ટ્રેનો
• 12 સપ્ટેમ્બર 2022 ની ટ્રેન નંબર 12994 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમયથી 5 કલાક રિશેડ્યૂલ (પુનનિર્ધારીત) કરવામાં આવશે.
• 8, 12 અને 15 સપ્ટેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં 5 કલાક રિશેડ્યૂલ (પુનનિર્ધારીત) કરવામાં આવશે.
ટ્રેનોના ના સંચાલન સમય, સ્ટોપેજ અનેસંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.