ગાંધીગ્રામ-ભાવનગરની વચ્ચે પશ્ચિમ રેલ્વે દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવશે
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરીની સુવિધા માટે ગાંધીગ્રામ અને ભાવનગર વચ્ચે વિશેષ ભાડા પર દૈનિક સમર સ્પેશલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળ રેલ્વે પ્રવક્તા, અમદાવાદ ના જણાવ્યા મુજબ સમર સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:- Gandhigram Bhavnagar special summer train
ટ્રેન નંબર 09215/09216 ગાંધીગ્રામ-ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન 13.06.2023 થી 01.08.2023 સુધી ગાંધીગ્રામ સ્ટેશન થી દરરોજ 06.35 કલાકે ઉપડશે અને 11.15 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09216 ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન 12.06.2023 થી 31.07.2023 સુધી ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દરરોજ 17.00 કલાકે ઉપડશે અને 21.40 કલાકે ગાંધીગ્રામ સ્ટેશન પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં વસ્ત્રાપુર, સરખેજ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનના તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે.