ઈડરમાંથી ગાંજાની ખેપ, નાની પડીકી બનાવી ગાંધીનગરમાં વેચવાનો કારોબાર
ગાંધીનગર, ગાંધીનગર સે.ર૧ પોલીસ મથકના પીઆઈ વી.આર. ખેર સ્ટાફના માણસો સાથે જી.ઈ.બી. છાપરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મુક્તિધામથી જી.ઈ.બી.ના ગેટ તરફ જતા રસ્તે ડમ્પિંગ સાઈટ સામે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. તે વખતે એક્ટિવા ઉપર પસાર થઈ રહેલા બે ઈસમોને પોલીસે અટકાવ્યા હતા
તેમની પાસે પાન-મસાલા લખેલો કાપડનો થેલો હતો. આ થેલામાં મુખ્યમંત્રી નિઃશુલ્ક અન્નપૂર્ણા ફૂડ પેકેટ યોજના લખેલી અલગ-અલગ રંગની થેલીઓ હતી. આ થેલીઓમાં એક કિલો ગાંજો હતો. પોલીસ પુછપરછમાં પકડાયેલા ઈસમોના નામ દિવ્યરાજસિંહ વિરેન્દ્રસિંહ રાઠોડ (રહે. સેકટર-ર૬, કિશાનગર, મુળ રહે. અહુલવા, તા.કલોલ) તેમજ વિજયસિંહ ભુપતસિંહ ડાભી (રહે. મોટી શેરી, પેથાપુર) હોવાનું બહાર આવ્યું હતું.
પુછપરછમાં બહાર આવેલી વિગતો મુજબ આ બંને ઈસમો આઠેક દિવ્સ પહેલા ઈડર ખાતે રહેતા રમી નામના માણસ પાસેથી ગાંજો ખરીદીને આવ્ય્ હતા. ગાંધીનગરમાં તેઓ ગાંજાની નાની નાની પડીકીઓ બનાવીને છુટકમાં વેચાણ કરતા હતા. પોલીસે ગાંજો અને એક્ટિવા સહિત કુલ રૂ.૪૮ હજારનો મુદ્દામલા કબજે કરી બંને આરોપી સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.