ગાંધીનગરના પ૦૦થી વધુ શ્રમિકોને પાદુકા સેવાનો લાભ

ગાંધીનગર, ગાંધનીગરમાં ડમ્પીંગ સાઈટ પર કામ કરતા અને આસપાસ રહેતા શ્રમિકોને શ્રી જયોતિ મહિલા મંડળ, ગાંધીનગરના ઉપક્રમે પગરખા વિતરણ કરાયા હતા. પ૦૦થી વધુ શ્રમિકો અને તેમના બાળકોને પાદુકા સેવાનો લાભ મળ્યો હતો.
ગુરૂવારે તો તાપમાનનો પારો ૪પ ડીગ્રી નજીક પહોંચતા આકાશમાંથી અગનવર્ષા થઈ રહીહોય તેવો અહેસાસ થયો હતો. શ્રમિકો માટે આÂત્મયતાપર્વક અંતરના અવાજને અનુસરી ‘ફુલ નહિ તો પાંખડી’ અર્પણ કરીને સાહજિકતાપૂર્વક કાર્ય કરતી સંસ્થા જયોતિ મહિલા મંડળ કે અરૂણોદય સેવા ટ્રસ્ટ જેવી સ્વેÂચ્છક સંસ્થા ગાંધીનગરમાં અગ્રેસર છે.
આ પ્રસંગે જયોતિ મહિલા મંડળના પ્રમુખ ડો. ચેતના બુચે કહ્યું કે ૧૯૭૦થી કાર્યરત જયોતિ મહિલા મંડળના સ્થાપક પ્રમુખ લતાબેન ચોકસીના માર્ગદર્શનને અનુસરે છે. તેઓએ સામાજિક સેવાના આ અવસર માટે પ્રેરક એવા સ્વ. અરૂણભાઈ બુચને શબ્દ અંજલિ અર્પણ કરી હતી.
ડો. ચેતના બુચે કહ્યું કે શ્રમિકો પ્રત્યે પ્રેમ અને સંવેદનશીલતા દાખવીએ તો તેમના જીવનને સરળતાથી સમજી શકીએ. આ પ્રસંગે મ્યુનિ. સભ્ય પદમસિંહભાઈ અને ભરતભાઈ દીક્ષિત, પૂજાબેન પેસવાની, વ્યવસ્થાપક ખરાડી, શશીકાંત મોઢા, પ્રદીપ સોલંકી સહિત અનેક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.