Western Times News

Gujarati News

ગાંધીનગરમાં અક્ષરધામ ખાતે નીલકંઠ વર્ણીની ૪૯ ફૂટની મૂર્તિ સ્થપાશે

ગાંધીનગર, ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરે નીલકંઠ વર્ણીની મૂર્‌ સ્થપાવવા જઈ રહી છે. જેની ઉંચાઈ ૪૯ ફૂટ હશે. ભારતના એકપણ અક્ષરધામમાં અત્યાર સુધીમાં આટલી ઉંચાઈની નીલકંઠ વર્ણીની મૂર્તિ નથી. જોકે અમેરિકાના રોબિન્સવિલે સ્થિત અક્ષરધામમાં આટલી જ ઉંચાઈની મૂર્તિ લગાવવમાં આવી ચૂકી છે.

૧૧મી નવેમ્બરના રોજ ગાંધીનગરમાં અક્ષરધામ ખાતે આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. મહંતસ્વામી મહારાજ પણ ગાંધીનગર પધારશે. આ દિવસે સવારે ૬ વાગ્યાથી ૧ર વાગ્યા સુધી યજ્ઞ, પ્રતિષ્ઠા, સભા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અક્ષરધામ સંકુલમાં જગ્યાની મર્યાદાના કારણે નકકી કરેલા યજમાનોને જ પ્રવેશ આપવામાં આવશે. બીજા કોઈપણ હરિભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહી. Gandhinagar Akshardham

પ્રમુખસ્વામી મહારાજે સંકલ્પ કર્યો હતો કે સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં નીલકંઠ વર્ણીની તપશ્ચર્યા મુદ્રાની ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવાની છે. હવે તેમનો આ સંકલ્પ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. અગાઉ અમેરિકામાં રોબિન્સવિલે અક્ષરધામ પરિસરમાં ૮ ઓકટોબર, ર૦ર૧થી ૧૦ ઓકટોબર ર૦ર૧ દરમિયાન નીલકંઠ વર્ણી મહારાજનો ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો. ત્યારે અમેરિકામાં આ મૂર્તિ સ્થાપવામાં આવી હતી.

રોબિન્સવિલેના અક્ષરધામ પરિસરમાં નીલકંઠ વર્ણીની જે ભવ્ય પ્રતિમા ઉભી છે એ બ્રાસની બની છે. જેનું વજન ર૦ ટન અને ઉંચાઈ ૪૯ ફૂટ છે. જયારે આ મૂર્તિની મુદ્રા પસંદ કરવામાં આવી ત્યારે શિલ્પકારોને પહેલો પ્રશ્ર થયો હતો કે આ પ્રતિમાને એક પગ પર કેવી રીતે ઉભી રાખીશું. આ માટે શિલ્પકાર, એન્જિનિયર, સંતોએ ઘણીવાર મિટિંગ કરી, આત્મવિશ્વાસ અને શ્રદ્ધા સાથે કામ આગળ ધપાવ્યું ત્યારે તપ કરી રહેલી મુદ્રામાં એક પગ પર ઉભેલા નીલકંઠ વર્ણીની મૂર્તિ તૈયાર થઈ શકી.

મૂર્તિની ઉંચાઈ ૪૯ ફૂટ હોવાથી તિલક લગાવવું હોય તો પણ ક્રેનનો સહારો લેવો પડે. એક પગ પર ઉભા હોય એવી નીલકંઠ વર્ણીની ભવ્ય પ્રતિમા હવે ગાંધીનગર સ્થિત અક્ષરધામમાં હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.