નવનિર્મિત ચેકડેમથી ગાંધીનગર જિલ્લાના કયા ગામોને મળશે સિંચાઇનો લાભ

પ્રતિકાત્મક
મેશ્વો નદી પર વાસણા સોગઠી ગામ પાસે રૂ. ૫.૭૭ કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમનો લાભ દહેગામ તાલુકાના લવાડ, વાસણા સોગઠી, શિયાવાડા, અંત્રોલી અને સુવાના મુવાડા ગામના ખેડૂતો મળશે. જ્યારે, વડોદ ગામ પાસે રૂ. ૪.૪૧ કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમનો લાભ વડોદ, ગઢવાડ, સિમલિયા, લાલાની મુવાડી, પનાપુર, બડોદરા તેમજ મોટી માછસંગસદર ગામના ખેડૂતોને મળશે.
ખારી નદી પર કંથારપુર ગામ પાસે રૂ. ૧.૮૪ કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમનો લાભ દહેગામ તાલુકાના કંથારપુર, મુંધાસણા, ઉદણ, વાસણા ચૌધરી, ચેકલાપગી તેમજ બાબરા ગામના ખેડૂતોને મળશે. વધુમાં, ધારીસણા ગામ પાસે રૂ. ૨.૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમનો લાભ દહેગામ તાલુકાના ધારીસણા, આંગજીના મુવાડા, હાલીસા અને પાટનાકુવા ગામના ખેડૂતોને મળશે.
તેવી જ રીતે, ખારી નદી પર નાના જાલુંદ્રા ગામ પાસે રૂ. ૧.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમનો લાભ દહેગામ તાલુકાના નાના જાલુંદ્રા, બિલામણા તેમજ ધનિયોલ ગામના ખેડૂતોને મળશે. આ ઉપરાંત મગોડી ગામ પાસે રૂ. ૧.૮૯ કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમનો લાભ ગાંધીનગર તાલુકાના મગોડી, વડોદરા, ડભોડા તેમજ ઇસનપુર મોટા ગામના ખેડૂતોને મળશે.