સિવિલમાંથી ઝડપાયેલો પાન-મસાલા, બીડી-સીગારેટ અને તમાકુનો નાશ કરાશે
ગાંધીનગર, ગાંધીનગર સીવીલ હોસ્પિટલમાં તમાકું પાન, બીડી, સીગારેટ, મસાલો સહીતની ચીજવસ્તુઓ લઈ જવા દેવામાં આવતી નથી. સલામતી ગાર્ડ દ્વારા ચેકીગ કરવામાં આવે છે.
ત્યારે આ પ્રકારની ચીજવસ્તુઓ હાથ લાગતા જ ગાર્ડ દ્વારા જમા લઈ લેવામાં આવે છે. સીવીલમાંથી દિવસદરમ્યાન ઝડપી પાડવામાં આવેલી તમામ પાન-બીડી અને તમાકુ સહીતની વસ્તુઓ સીવીલના એસઆઈ પાસે જમા કરાવવામાં આવે છે. ત્યારે ટુંક સમયમાં આ ચીજવસ્તુઓનોનિકાલ કરવામાં આવનાર છે.
પ્રાપ્ત વિગત મુજબ ગાંધીનગર સીવીલ હોસ્પિટલમાં ઠેરઠેર પાન મસાલા ખાઈને પીચકારી મારવી નહી અને સીવીલમાં ધુમ્રપાન કરવું નહી તેવા બોર્ડ મારવામાં આવ્યા છે. સીવીલના સલામતી ગાર્ડ દ્વારા તાત્કાલીક વિભાગ ઓપીડી, વિભાગ, ૬૦૦ બેડના પ્રવેશ દ્વાર પર ચેકીગ હાથ ધરવામાં આવે છે.
જેમાં દર્દી કે તેના સગા પાસેથી પાન, મસાલા, બીડી, સીગારેટ, તમાકું સહીતની ચીજવસ્તુઓ મળી રહે છે. સીકયુરીટી ગાર્ડ દ્વારા આ વસ્તુઓ જમા લઈ લેવામાં આવે છે. જયારે પોતાની ફરજ પુરી થયા તે સમયે એસઆઈની ઓફીસમાં જમા કરાવવામાં આવે છે.
ત્યારબાદ વધુ પડતો જથ્થો થઈ જતા સીવીલ તંત્રના અધિકારીઓને સાથે રાખીને તેનો નિકાલ કરી દેવામાં આવે છે. ત્યારે સીવીલ તંત્ર દ્વારા ટુંક સમયમાં આ તમાકુ, બીડી, ગુટખા સહીતના જથ્થાનો નાશ કરવામાં આવનાર છે. તંંત્ર દ્વારા ઉંડો ખાડો ખોદી તમામ વસ્તુઓ તેમાં નાંખી દેવામાં આવશે. સિવીલ તંત્ર દ્વારા સમયાંતરે ગુટખા-તમાકું નિકાલની કામગીરી કરવામાં આવે છે.