ગાંધીનગરમાં વર્ષોથી જામી ગયેલા દબાણો આખરે તંત્રએ તોડી પાડ્યા
ગાંધીનગરના સે.૭માં રોડ પર લારી ઉભી રાખવા બનાવેલા ઓટલા આખરે તૂટયા
ગાંધીનગર, ગાંધીનગર શહેરમાં બેફામ બનેલા દબાણો સામે એક અઠવાડીયાથી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિ. એસ્ટેટ ખાતાની ટીમ જે વિસ્તારમાં જાય ત્યાં કાચા અને પાકા દબાણોનો ખડકલો જાેવા મળે છે. જાહેર માર્ગો પર લારીગલા સામે કાર્યવાહી ન થઈ હોવાનું ધ્યાનમાં આવતાંસે.૭માં રોડની જગ્યા પર લારીઓ ઉભીી રાખવા પાકા ઓટલા બનાવી દેવાયા હતા. મ્યુનિ. તંત્ર દ્વારા આખરે આ ઓટલા તોડવામાં આવ્યા છે.
એસ્ટેટ શાખાની ટીમ દ્વારા શહેરના સેકટર-૭ શોપીગ સેન્ટરમાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ૩ર લારી-ગલ્લા ૭ ઘોડા કાઉન્ટર ૧ કેબકીન જપ્ત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લારી-ગલ્લા દ્વારા જંગી દબાણ થયા હતા તથા ગેરકાયદેસર ઓટલા બનાવી રસ્તાની હદમાં લારીઓ ઉભી રખાતી હતી. એસ્ટેટ શાખાએ લારીઓ હટાવી ઓટલા તોડી પાડયા હતા.
સેકટર-ર૧ના શાકમાર્કેટ તેમજ તેની આસપાસ દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં ચાલવાની જગ્યા પણ ના રહે તે રીતે ઓટલાની ચારે બાજુ દબાણ મુકવામાં આવે છે. એસ્ટેટ શાખાએ આ દબાણો દુર કરી સંકડાશ દુર કરી હતી.
આ ઉપરાંત શાકમાકેટની આસપાસ ઉભી રહેતી સોડ-શરબતની લારીઓનો દબાણો પણ દુર કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમ્યાન દબાણની ટીમે ૧૬ લારી અંદાજે ૧પ૦ જેટલા શાકભાજીના કેરેટ તેમજ લોખંંડના ૩૦ ટેબલ જપ્ત કરવામાં આવ્યા હતા.