ગાંધીનગર ડાક ટિકિટ પ્રદર્શન ‘ફિલાવિસ્ટા ૨૦૨૪’નો અમિત શાહ અને મુખ્યમંત્રી દ્વારા ભવ્ય શુભારંભ
ગાંધીનગર, ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય ડાક ટિકિટ પ્રદર્શન ‘ફિલાવિસ્ટા ૨૦૨૪’ નું ૧૯ નવેમ્બર ૨૦૨૪એ ભારત સરકારના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગરના દાંડી કૂટિર, મહાત્મા મંદિર મ્યુઝિયમમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યું. આ અવસરે “ગાંધીનગર સ્થાપત્ય કલા” પર વિશેષ આવરણ અને વિરુપણ પણ બહાર પાડવામાં આવ્યું. Gandhinagar filavista 2024
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ સાવલેશ્વરકર, ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને ગાંધીનગર મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયૂષ રજક પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે પ્રદર્શનનું અવલોકન કરીને તેની પ્રશંસા કરી. આ દરમિયાન પ્રદર્શન જોવા આવેલ વિવિધ શાળાના બાળકો ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને પોતાના વચ્ચે જોઈને ખુબ જ ઉત્સાહિત થયા.
ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીએ પણ તેમને નિરાશ ન કરતાં તેમની સાથે વાર્તાલાપ કર્યો અને તસવીરો ખેચાવી તેમજ બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે શુભેચ્છા આપી.
આ અવસરે, ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ સાવલેશ્વરકરે જણાવ્યું કે, ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય પ્રદર્શનમાં ખાસ કરીને ઐતિહાસિક અને સાંસ્કૃતિક ડાક ટિકિટો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ડાક ટિકિટો ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. દેશ અને રાજ્યના સમૃદ્ધ અને ગૌરવશાળી ઇતિહાસનો પરિચય કરાવવામાં ડાક ટિકિટોનું મહત્વપૂર્ણ સ્થાન છે. યુવા પેઢી અને વિદ્યાર્થીઓ માટે ડાક ટિકિટોનું સંગ્રહ માત્ર શોખ જ નહીં, પરંતુ જ્ઞાનવર્ધન માટે પણ એક શક્તિશાળી માધ્યમ છે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ડાક ટિકિટ પ્રદર્શન ‘ફિલાવિસ્ટા ૨૦૨૪’નું મુખ્ય આકર્ષણ માત્ર ભારત નહીં, પરંતુ સમગ્ર વિશ્વની ડાક ટિકિટોનો અનોખો સંગ્રહ છે. આ પ્રદર્શનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૬૮ દેશોમાં જારી કરેલી કુલ ૧૬૦૪ ડાક ટિકિટો પ્રદર્શિત કરવામાં આવી છે. તેમણે ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી દ્વારા આ અવસરે જારી કરવામાં આવેલા વિશેષ આવરણ અંગે જણાવ્યું કે, ગાંધીનગરએ પોતાના અંદર અજોડ સ્થાપત્ય કલા વારસો સાચવ્યો છે.
અહીં આવેલી અડાલજની વાવ, અક્ષરધામ મંદિર, વિઠ્ઠલભાઈ પટેલ ભવન – ગુજરાત વિધાનસભા, દાંડી કૂટિર, મહાત્મા મંદિર મ્યુઝિયમ, ગિફ્ટ સિટી વગેરે અનેક પ્રસિદ્ધ સ્થળો તેને અભૂતપૂર્વ સૌંદર્ય આપે છે. આ વિશેષ ડાક આવરણ દ્વારા અહીંની સંસ્કૃતિ અને વારસાનું દેશ-વિશ્વમાં પ્રસારણ થશે.
ગાંધીનગર મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયૂષ રજકે જણાવ્યું કે, ‘ફિલાવિસ્ટા ૨૦૨૪’ ડાક ટિકિટ પ્રદર્શનમાં કુલ ૯૦ ફ્રેમ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં દેશ-વિશ્વની અનેક ડાક ટિકિટો પ્રદર્શિત કરવામાં આવી છે. તેમાંથી ૬૯ ફ્રેમ સ્પર્ધા જુથ હેઠળ અને ૨૧ ફ્રેમ આમંત્રણ જુથ હેઠળ લગાવવામાં આવી છે. આ ડાક ટિકિટ પ્રદર્શન ૧૯ અને ૨૦ તારીખે સાંજના ૬ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.