Western Times News

Gujarati News

ગાંધીનગરમાં 10.52 કરોડના ખર્ચે નવા બગીચાઓનું નિર્માણ અને રિનોવેશન કરાયું

ગાંધીનગરના ચ-૦ સર્કલસેક્ટર–૩૦ અને બોરીજ ખાતે અંદાજિત રૂ.૧૦.૫૨ કરોડના ખર્ચે બગીચાઓનું કરાયું નિર્માણ: ચ-૦ ના ગાર્ડનમાં બનાવેલ તળાવ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

સેક્ટર–૩૦ના ગાર્ડનમાં જિમની સુવિધાચિલ્ડ્રન પ્લે એરિયાબાંકડાટોઇલેટજોગિંગ ટ્રેકકમ્પાઉન્ડ વોલસિક્યુરિટી ઓફિસસ્વચ્છતાપેવર બ્લોક સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ

ગુજરાતનાં પાટનગર અને ગ્રીન સિટી તરીકે ઓળખાતા ગાંધીનગરના પ્રવેશદ્વાર એવા ચ-૦ સર્કલસેક્ટર–૩૦ અને બોરીજ ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજિત રૂ.૧૦.૫૨ કરોડના ખર્ચે નવા બગીચાઓનું નિર્માણ અને રિનોવેશન કરવામાં આવ્યું છે. શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે આ બગીચાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. જેના થકી લોકોનો પર્યાવરણ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાશે અને પર્યાવરણનું વધુને વધુ જતન કરવાની પ્રેરણા મળશે.

  ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત નવા નિર્માણ પામેલા ચ-૦ સર્કલ ખાતેના ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ માટે બનાવવામાં આવેલ તળાવ એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. અહીં આવતા નાગરિકોને વિવિધ વૃક્ષો અને ફૂલ છોડથી ભરપૂર ગાર્ડન તથા તળાવની મુલાકાત લઈને તણાવમુક્ત વાતાવરણનો અનુભવ થશે. આ ગાર્ડનમાં સાપ્તી સંસ્થા દ્વારા બનાવેલ સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છેજે માનવ જીવનમાં મેડિટેશનથી થતાં લાભો વિશે માહિતી આપે છે.

અહી નાગરિકોને ચાલવા વોક-વેબેસવા સુંદર બાંકડાપીવાના પાણીની સગવડવોશરૂમપેવર બ્લોકકમ્પાઉન્ડ વોલસિક્યુરિટી કેબિનસીસીટીવી કેમેરા જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં
આવી છે.

ગાંધીનગરના સેક્ટર–૩૦ તથા બોરીજ ખાતે નાગરિકો માટે અંદાજિત ૪.૫૨ કરોડના ખર્ચે બગીચાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. આ અદ્યતન બગીચામાં શહેરીજનોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે કસરત કરવા માટેના સાધનો સહિતના જિમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહી યોગ અને હળવી કસરત કરવા માટેની પણ અલાયદી સુવિધા કરવામાં આવી છે.

આ બગીચામાં અલગથી ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યો છેજ્યાં બાળકો મુક્ત મને વિવિધ રમતો રમી શકશે. વિવિધ ફૂલ છોડ અને વૃક્ષોથી આચ્છાદિત આ બગીચામાં નાગરિકો માટે બાંકડાટોઇલેટજોગિંગ ટ્રેકસલામતી માટે કમ્પાઉન્ડ વોલ અને સિક્યુરિટી ઓફિસસ્વચ્છતા જળવાય તે માટે પેવર બ્લોક સહિતની વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.