ગાંધીનગરની સંસ્થાએ અમિતાભ બચ્ચનને ‘હેપ્પી ચકલી ઘર’ની ભેટ આપી
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર અમિતાભ બચ્ચન ફેન ક્લબના પ્રમુખ એડવોકેટ દિલીપસિંહ બિહોલા તા. ૨૫મી નવેમ્બરે મુંબઈ ખાતે “કૌન બનેગા કરોડપતિ”ના શૂટિંગમાં પ્રેક્ષક તરીકે સામેલ થયાં હતા અને તેમની સાથે ગાંધીનગરની સંસ્થા હેપ્પી યુથ ક્લબના સ્થાપક પ્રમુખ સમીર રામી અને ઉપપ્રમુખ ભાવના રામી પણ જોડાયાં હતા.
આ બંનેએ તેમની સંસ્થાની ચકલી બચવવાના અભિયાનની પર્યાવરણીય પહેલના ઓળખ સમુ “હેપ્પી ચકલી ઘર” અમિતાભ બચ્ચનને ભેટ આપ્યુ હતું. બચ્ચને “હેપ્પી ચકલી ઘર” અંગે રસ દાખવી સમીર રામી પાસેથી પ્રોજેક્ટ અંગે સઘન જાણકારી મેળવી સંસ્થાના સેવાકાર્યને બિરદાવ્યું હતું.
આ સાથે અમિતાભ બચ્ચને તેમની ભેટ સ્વિકારી હતી અને શોમાં સામેલ પ્રેક્ષકોને પણ હેપ્પી ચકલી ઘરની ભેટ આપવામાં આવી હતી. તે પ્રસંગનો એપિસોડ સોની ટીવી પર તા.૧૨મી ડિસેમ્બર, ગુરુવારના રોજ રાત્રે ૯ કલાકે પ્રસારિત થવાનો છે.