સાબરમતી-દૌલતપુર ચૌક અને ગાંધીનગર-જમ્મુતાવી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર

કેટલીક ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં અને કોચ સંરચનામાં પરિવર્તન
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનો ના સમયપાલન ને વધુ બહેતર બનાવવાના ઉદ્દેશય થી સાબરમતી–દૌલતપુર ચૌક એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ–જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા કેટલીક ટ્રેનોના સંચાલન સમય અને કોચ સંરચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન
1. ટ્રેન નં. 19411 સાબરમતી–દૌલતપુર ચૌક એક્સપ્રેસ 15 મે 2025 થી સાબરમતીના બદલે ગાંધીનગર કેપિટલ થી (10.05 કલાકે) ઉપડશે.
2. ટ્રેન નં. 19412 દૌલતપુર ચૌક–સાબરમતી એક્સપ્રેસ 14 મે 2025 થી સાબરમતી ને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર (15.05 કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે.
3. ટ્રેન નં. 19223 ગાંધીનગર કેપિટલ–જમ્મુ તવી એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ ને બદલે સાબરમતી થી (10:25 કલાકે) ઉપડશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન–પ્રસ્થાનનો સમય 10.53/10.58 કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય યથાવત રહેશે.
4. ટ્રેન નં.19224 જમ્મુતવી–ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 14 મે 2025 થી ગાંધીનગર કેપિટલને બદલે સાબરમતી સ્ટેશન પર (14.05 કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે. આ ટ્રેનનો ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન–પ્રસ્થાનનો સમય 13:08/13:10 કલાકનો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.
ટ્રેનો ના સમયમાં આંશિક પરિવર્તન
1. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી 10.30 કલાકને બદલે 10.25 કલાકે ઉપડશે અને ચાંદલોડિયા બી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 10.50/10.52 કલાક નો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.
2. ટ્રેન નંબર 19107 ભાવનગર–MCTM ઉધમપુર એક્સપ્રેસ નો 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 10.05/10.10 કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન– પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.
કોચ સંરચનામાં પરિવર્તન
• ટ્રેન નં. 22957/22958 ગાંધીનગર કેપિટલ–વેરાવળ–ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી અને 14 મે 2025 થી વેરાવળથી એસી 2-ટાયર ના 2 કોચ, એસી 3-ટાયરના 5 કોચ, સ્લીપર ક્લાસના 8 કોચ, જનરલ ક્લાસના 4 કોચ અને 2 કોચ એસએલઆરડી ની સાથે સંચાલિત થશે.
ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.