Western Times News

Gujarati News

કોંગ્રેસના બે કોર્પોરેટરે રાજીનામું આપતા ગાંધીનગર મહાપાલિકા કોંગ્રેસ મુક્ત બની

ગાંધીનગર, લોકસભા ચૂંટણી પહેલા સંગઠન ક્ષેત્રે કોંગ્રેસને એક બાદ એક નુકસાન થઇ રહ્યુ છે. કોંગ્રેસના બે કોર્પોરેટરે રાજીનામું આપતા ગાંધીનગર મહાપાલિકા કોંગ્રેસ મુક્ત બની છે. કોંગ્રેસના અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે. ગાંધીનગર કોર્પોરેટરમાં કોંગ્રેસના ફક્ત ૨ કોર્પોરેટર હતા. કોંગ્રેસના બન્ને કોર્પોરેટરના રાજીનામાથી મહાપાલિકા કોંગ્રેસમુક્ત બની છે.

ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ભાજપે રીપીટ કર્યા છે. ત્યારે તેમને ૧૦ લાખ કરતા વધુ લીડથી જીતાડવા માટે સંગઠન દ્વારા મતદારો સુધી પહોચી રહ્યા છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ બીજેપી મજબુત બની રહી છે. મનપાની વાત કરીએ તો ગાંધીનગર મનપાની કુલ ૪૪ બેઠકોમાંથી ૪૧ ભાજપ પાસે છે. અને કોંગ્રેસ પાસે બે બેઠકો હતી.

પરંતુ કોંગ્રેસના બે કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા મનપા કોંગ્રેસ મુક્ત બની છે આ બંને કોર્પોરેટરો કેસરિયા કરી શકે છે. લોકસભા ચૂંટણીમાં બીજેપી દેશમાં ગઠબંધન સાથે ૪૦૦ પ્લસ બેઠકો જીતવા માગે છે. આ ટાર્ગેટને પાર પાડવામાં બીજેપી માટે ગુજરાત મહત્વનું રાજ્ય છે અને ગુજરાતની ૨૬ બેઠકો જીતે તો આસાનીથી આ ટાર્ગેટ પાર પડી શકે છે.

એટલે લોકસભા ચુંટણી પહેલાથી બીજેપીનું પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ કામે લાગ્યુ હતું. અને કોંગ્રેસના નેતાઓને એક પછી એક ભરતી કરી ભાજપમાં ભેળવી દીધા છે. કોંગ્રેસના ધારાસભ્યોને પણ ભાજપમાં લઇ લીધા છે અને હવે ભાજપમાંથી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ટિકિટો પણ ફાળવી છે. આ લોકસભામાં ૨૬ બેઠકો જીતવાનો ટાર્ગેટ છે પરંતુ સૌથી વધુ મહત્વની ગાંધીનગર બેઠક છે.

ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ચુંટણી લડી રહ્યા છે. અને કોંગ્રેસમાંથી મહિલા ઉમેદવાર સોનલબેન પટેલ ટક્કર આપવાના છે. અમિત શાહને વધુ લીડથી જીતાડવા માટે સંગઠન દ્વારા કામે લાગી ગયા છે. મતદારો સુધી પહોચી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખોની વાત કરીએ તો ૭ મેના રોજ મતદાન થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે.

આ ચૂંટણીમાં મહત્વની બેઠક ગાંધીનગરની છે. અમિત શાહ સામે કોંગ્રેસે વધુ મહેનત કરવી પડી શકે છે. આ બેઠક પર કોંગ્રેસનું સંગઠન પણ હવે એટલુ મજબુત રહ્યુ નથી પરંતુ કોંગ્રેસ લોકોની વચ્ચે જઇ મુદ્દા રજુ કરીશુની વાત કરી રહ્યુ છે. અલગ અલગ મુદ્દાઓને લઇને કોંગ્રેસ લોકો સુધી પહોંચી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.