ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન જિલ્લા સ્તરનું ફિલાટેલી પ્રદર્શનનું આયોજન કરશે
ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ સાથે પોતાની કલેકશનનો વિસ્તૃત કરવાની અનોખી તક પ્રદાન કરે છે.
ગાંધીનગર, ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ પોસ્ટ અધિક્ષક શ્રી પિયુષ રામપ્રસાદ રાજકે ઘોષણા કરી છે કે, જિલ્લા સ્તરનું ફિલાટેલી પ્રદર્શન “ફિલાવિસ્ટા-2024”નું આયોજન દાંડી કુંટિર, મહાત્મા મંદિર ખાતે કરવામાં આવશે.
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન 19 નવેમ્બર, 2024ના રોજ સવારે 11:00 વાગ્યે માનનીય ભારતીય ગૃહ મંત્રી અને સહકારી મંત્રી શ્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન ગાંધીનગરના તમામ નિવાસીઓને આ અનોખા ફિલાટેલી પ્રદર્શનમાં હાજરી આપવા માટે હાર્દિક આમંત્રિત કરે છે, જ્યાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સનો રસપ્રદ જગત તમારી રાહ જોઈ રહ્યું છે. આ પ્રદર્શન બે દિવસ, 19 અને 20 નવેમ્બર 2024ના રોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી સામાન્ય જનતાના દર્શન માટે ખુલ્લું રહેશે અને દરેક વયના મુલાકાતીઓને રસપ્રદ તથા સમૃદ્ધ અનુભવ આપશે.
વિશેષમાં, માતા-પિતાને ખાસ વિનંતી છે કે તેઓ પોતાના બાળકોને આ પ્રદર્શનમાં લઈને આવે, કારણ કે તે તેમને સ્ટેમ્પ્સ એકત્રિત કરવાની ફળદાયી હોબી સાથે પરિચય કરાવવાનું ઉત્તમ મંચ છે. આ કાર્યક્રમ ફિલેટેલી પ્રત્યે પ્રેમ જગાવતો છે અને સાથે સાથે તે શૈક્ષણિક પ્લેટફોર્મ તરીકે પણ સેવા આપે છે, જે ઈતિહાસ, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનું સમન્વય પ્રદર્શિત કરે છે.
ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ સાથે પોતાની કલેકશનનો વિસ્તૃત કરવાની અનોખી તક પ્રદાન કરે છે. વધુ લોકો સુધી પહોંચવા માટે, “ફિલાવિસ્ટા-2024”ની અપડેટ્સ અને મુખ્ય ઝલકો નિયમિતપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવશે. આ માટે અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે: philavista_gnr2024 અને ટ્વિટર (X) હેન્ડલ છે: @Philavista_gnr ફોલો કરો. ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન આ અનોખા કાર્યક્રમમાં જનતાને આમંત્રિત કરી શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવાનું આશાવાદી છે.