ગાંધીનગર જગન્નાથજીની રથયાત્રામાં હરિભક્તોને માટે મહાનગરપાલિકાએ વ્યવસ્થા પુરી પાડી

ગાંધીનગર, અષાઢી બીજના શુભદિવસે ભગવાન જગન્નનાથજીની રથયાત્રાનું આગવું મહત્વ છે. પુરી અને અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ ભાવિકો દ્વારા પ્રભૂજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
જેમાં હજારોની સંખ્યામાં ભક્તજનો ભાગ લે છે. આ રથયાત્રામાં ઘણા શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે નગરયાત્રામાં નિકળતા હોવાથી તેમને અગવડતા ન પડે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રથયાત્રાના રૂટમાં યોગ્ય સફાઇ કરીને પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા ભક્તજનોની કાળજી લઈને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી ગાંધીનગર મહાનગરપાલિકાની આ કામગીરીને ભાવિકો દ્વારા પણ સરાહવામાં આવી હતી.