ગાંધીનગરમાં RSSની 108 શાખા સાથે ‘સંઘ શતાબ્દી સંગમ’ યોજાયો
આરએસએસની સ્થાપનાનાં ૧૦૦ વર્ષમાં પ્રવેશ નિમિત્તે કાર્યક્રમ
(એજન્સી)ગાંધીનગર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસની સ્થાપના ૧૦૦માં વર્ષમાં પ્રવેશ નિમીત્તે ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે ભવ્ય ‘સંઘ શતાબ્દી સંગમ’ યોજાયો હતો જેમાં ગાંધીનગર શહેર વિસ્તારમાંથી ૧૦૦ શાખાઓમાં લક્ષ્યાંક સામે આયોજીત ૧૦૮ શાખાઓમાં ઉપસ્થત ર,૦૦૮ સ્વયંસેવકોને સહભાગી થઈને સમગ્ર વાતાવરણ ‘ભારત માતા કી જય’ ના નારા સાથે ગુંજવી દીધું હતું..
આ સંગમમાં પ્રથમવાર નવતર પહેલના ભાગરૂપે ૩૪ દિવ્યાંગ સ્વયંસેવકો તેમજ પ૮ માતૃ શકિત બહેનોની પણ અલગથી શાખા લગાવવામાં આવી હતી. આ સંગમમાં ગુજરાત પ્રાંતના સંઘચાલક ડો.ભરતભાઈ પટેલ તેમજ ગાંધીનગર શહેર વિસ્તારના સંઘ ચાલક શંકરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહયા હતા.
गांधीनगर में संघ की 100 शाखाएं एक साथ।#rss pic.twitter.com/ACnGJhXWmO
— GCC (प्रकृति रक्षा अभियान) (@of_gcc) January 12, 2025
આ તબકકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમક્ષેત્ર સંઘચાલક ડો.જયંતીભાઈ ભાડેસીયાએ જણાવ્યું હતુંકે, ગાંધીનગરના ઈતિહાસમાં એક સાથે એક જ મેદાન ઉપર ભગવા ધ્વજ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ૧૦૮ શાખા લગાવવાનું આયોજન કરાયું હતું. તે સમગ્ર હિન્દુ સમાજની સંગઠીત શકિત કાર્યકર્તાઓની રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવના દર્શાવે છે.
આધ્યાત્મીક રીતે અને ઈમરજન્સી સારવારની સુવિધા માટે ૧૦૮ નો આંકડો આપણા સૌ માટે મહત્વનો રહયો છે. સંઘની સ્થાપનાનું ૧૦૦મું વર્ષ અને ભારતની ર૧મી સદી આ બંને અનોખા સંયોગ છે. ડો. અબ્દુલ કલામે તેમના પુસ્તક ઈન્ડીયા ર૦ર૦માં કહયું છેકે, ર૧મી સદી એ ભારતની સદી છે.