Western Times News

Gujarati News

ગાંધીનગરમાં રેતીચોરી જતા ૮ ડમ્પર ઝડપાયા: રૂ.ર કરોડનો મુદ્દામાલ જપ્ત

પ્રતિકાત્મક

બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ભૂમાફિયા તત્વોમાં ફફડાટ

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લામાં બેફામ બનેલા ખનિજ અને ભૂમાફિયા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી સતત રાત-દિવસ ચેકિંગ અભિયાન હાથ ધર્યુ છે. તેના પગલે મે માસના પ્રથમ દિવસે જ જિલ્લા ભૂસ્તર તંત્રએ રેતીચોરી જતા ૮ ડમ્પર વિવિધ સ્થળેથી ઝડપી લઈ રૂ.ર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

અને ડમ્પરના માલિકો સામે દંડ વસૂલાત સહીતની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે તેના પગલે બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ કરતા ભૂમાફિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કલેકટર મેહુલ દવેની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા ખનિજચોરી અટકાવવા માટે સતત રાત દિવસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આકરી ગરમીમાં રજાના દિવસે પણ જિલ્લાના તમામ માર્ગો ઉપરથી પસાર થતા ડમ્પરનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

જિલ્લા મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની ટીમના રોયલ્ટી ઈન્સ્પેકટર તરૂણ શર્મા, માઈન્સ સુપરવાઈઝર આકાશ પટેલ, નવ્યા અને સગુના ઓઝા સહિતના સ્ટાફ દ્વારા તા.૧.પ.ર૦રપના રોજ આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું તે દરમિયાન સાદી રેતી તથા સાદી માટી સહિત ર૧ર.૧૭ મે. ટન ખનિજનુ બિનઅધિકૃત વહન કરતા ૭ વાહનો ઝડપી લીધા હતા.

તેમાં પ વાહનો રોયલ્ટી પાસ વગરના હતા અને ર વાહનો ઓવરલોડ ખનિજનુ વહન કરતા જણાયા હતાં. ઝડપાયેલી ખનિજચોરીનો કુલ મુદ્દામાલ ર.૧પ કરોડનો થાય છે. પકડાયેલા વાહનોના માલિકો સામે તંત્ર દ્વારા દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.