ગાંધીનગરમાં બસે સ્કૂલ વાનને ટક્કર મારતાં 10 બાળકો ઇજાગ્રસ્ત

ગાંધીનગરઃ ગાંધીનગર ખાતેથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે અહીં એક સ્કૂલ વન પલટી ખાઇ ગઇ હોવાની ઘટના બની છે. સવારે વાનચાલક બાળકોને લઇને સ્કૂલે મૂકવા જઇ રહ્યો હતો,
ગાંધીનગર સેક્ટર 30 પાસે બસે સ્કૂલ વાનને મારી ટક્કર,10 જેટલા બાળકોને સામાન્ય ઇજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા #JAMAWAT #gandhinagar #CCTV #ACCIDENT #cctvfootage pic.twitter.com/D0Nl43t7Sj
— Jamawat (@Jamawat3) November 18, 2022
ત્યારે અચાનક જ પૂરઝડપે આવી રહેલી બસે ટક્કર મારતાં વાન પલટી મારી ગઇ હતી. ગાંધીનગરના ચ-6 રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 જેટલા બાળકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ વાનમાં લગભગ 10 થી વધુ બાળકો સવાર હતા. વાનમાં સ્કૂલે જઇ રહેલા 10 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થાય છે. અકસ્માતને પગલે 108ની ટીમ દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સાથે જ એક વિદ્યાર્થીને વધુ ઇજા પહોંચતા તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. જોકે, હાલ અકસ્માત પાછળનું કારણ સામે આવ્યું નથી. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને બાળકોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના સમાચાર મળતાં જ વાલીઓ પણ દોડી આવ્યા હતા.
બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તમામ બાળકો કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ છે.
વેન અકસ્માતમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓની ખબર પૂછવા તેમજ જરૂરી સારવાર ત્વરિત મળી રહે તે માટે રીટાબેન પટેલ તાત્કાલીક હોસ્પિટલ પહોંચી ગયા હતા.