Western Times News

Gujarati News

બિનઆરોગ્યપ્રદ ખોરાક મળ્યા બાદ ગાંધીનગરમાં ‘શાહી સિગડી’ને સીલ

નોટિસ બાદ પણ રેસ્ટોરન્ટમાં સુધારો નહીં આવતા લાઈસન્સ સસ્પેન્ડ કરાયું

ગાંધીનગર, સ્વાદના શોખીનોના આરોગ્યને જોખમમાં મૂકતા ખાણી-પીણીના વેપારીઓ સામે મ્યુનિ. તંત્ર દ્વારા ક્યારેક કાર્યવાહીહાથ ધરવામાં આવે છે. તાજેતરમાં પીડીપીયુ રોડ પર આવેલી રેસ્ટોરન્ટ શાહી સિગડીમાંથી બિન આરોગ્યપ્રદ ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. આ રેસ્ટોરન્ટને ફૂડ સેફટી શાખા દ્વારા નોટિસ અપાઈ હતી ત્યારબાદ પણ આ રેસ્ટોરન્ટમાં સુધારો નહીં આવતા સીલ મારવામાં આવ્યું હતું.

શાહી સિગડી રેસ્ટોરન્ટ અંગે આજુબાજુના રહેણાંક વિસ્તારમાંથી ફરિયાદો ઉઠી હતી. જેથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ સેફટી શાખાએ ૩૧મે ના રોજ તપાસ કરી હતી રેસ્ટોરન્ટના કિચનમાં બિનઆરોગ્યપ્રદ તૈયાર ખોરાક જોવા મળ્યો હતો. ચિકન બિરયાની અને તંદુરી ચિકનનો ૧પ કિ.ગ્રા. જથ્થો બિનઆરોગ્યપ્રદ જણાયો હતો.

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટ હેઠળ કાર્યવાહી કરી નમૂના લેવામાં આવ્યા હતા તથા અન્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. રેસ્ટોરન્ટના ઈન્સ્પેકશન બાદ ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. જોકે તેનું પાલન કરવામાં રેસ્ટોરન્ટ નિષ્ફળ રહી હતી, જેના પગલે તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવાયું હતું અને આ સાથે સીલપણ મારવામાં આવ્યું હતું.

ચોમાસામાં પાણીજન્ય રોગચાળાની ભીતિ વકરતી હોવા છતાં ફૂડ શાખા દ્વારા ખાણી-પીણીના એકમો સામે તપાસ હાથ ધરાઈ નથી. બિન આરોગ્યપ્રદ કે ભેળસેળ યુકત ખોરાકનું વેચાણ ડામવા માટે નિયમિત રીતે તપાસ અને કાર્યવાહી હાથ ધરવાની કામગીરીમાં મ્યુનિ. તંત્ર ઉદાસીન જોવા મળે છે. સામાન્ય નાગરિકો દ્વારા ફરિયાદ ઉઠયા બાદ જ તંત્ર દ્વારા કાર્યવાહી થતી હોય છે, જેના કારણે ભેળસેળીયા તત્વોને મોકળું મેદાન મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.