Western Times News

Gujarati News

આચારસંહિતાના કલાક પહેલાં ગાંધીનગરમાં 105 કરોડના વિકાસ કામને મંજૂરી

ગાંધીનગર-કોલવડા વચ્ચે રેલવે ઓવરબ્રિજ સહિત પાણી, ગટર સુવિધાના ટેન્ડર મંજુર કરાયા

ગાંધીનગર, વિધાનસભા ચૂંટણી ગુરુવારે જાહેર થવાના કલાક પહેલા ગાંધીનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવે ઓવરબ્રિજ અને ગટર-પાણીના પ્રોજેકટ સહિત રૂ.૧૦પ કરોડના કામને મંજુરી આપવામાં આવી હતી. પાટનગરમાં રોડ નંબર ૬ પર પ૮,૧૭, કરોડના ખર્ચે ફોરલેન રેલવે ઓવરબ્રિજનું ટેન્ડર મંજૂર કરાયું છે. રોડ નંબર -૦ પર ગાંધીનગર-કોલવડા બ્રોડગેજ રેલવે લાઈન પર આ બ્રિજ બનાવાશે.

ગાંધીનગરથી કોલવડા અને જીઆઈડીસી તરફ અવર-જવર કરતા નાગરિકોને રેલવે ફાટકના કારણે મુશ્કેલી પડતી હતી. નવો બ્રિજ બનતાં ટ્રાફિક સરળ થશે. રેલવે ઓવરબ્રિજ માટે પ૭.૪૩ કરોડના અંદાજ સાથે ટેન્ડર બહાર પડ્યુ હતું. ૧.ર૮ ટકા ઉંચો ભાવ ભરનારી એજન્સીને રૂ.પ૮.૧૭ કરોડના ખર્ચે કામગીરી સોંપાઈ હતી. ખોરજના ગામતળ વિસ્તારમાં પાણી અને ગટરની લાઈનો નાખવા માટે ૧૯.૩પ કરોડનું ટેન્ડર મંજુર કરાયું છે.

ચરેડી ખાતે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશ ઉભું કરવા માટે ર૧.ર૪ કરોડનો ખર્ચ કરવામાં આવશે. એજન્સીને પાંચ વર્ષ સુધી ઓપરેશન-મેઈન્ટેનન્સની કામગીરી પણ સોંપવામાં આવી છે. મનપાના પદાધિકારીઓ અને કોર્પોરેટર્સની ગ્રાન્ટમાં રમત-ગમતના સાધનો ખરીદવા માટે ૯૮.૬૬ લાખનું ટેન્ડર મંજુર કરાયું છે.

જેમાં અંદાજે ૩ર૦૦ કિંમતમાં એક કીટ ખરીદવામાં આવશે. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તાર રસ્તાઓની સફાઈ રોડ સ્વીપર મશીન ખરીદવા ૬.૬૦ કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી છે. રોડ સ્વીપર મશીન ખરીદીને પ વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ પેટે કોન્ટ્રાકટથી કામગીરી સોંપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.