Western Times News

Gujarati News

ગાંધીનગર જિલ્લા પંચાયતના ફિક્સ પગારવાળા કર્મીઓ બોનસથી વંચિત રહેતાં નારાજગી

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તકના ફિકસ પગારવાળા કર્મચારીઓમાં ભારે નારાજગી પ્રવર્તે છે. છેલ્લી ઘડી સુધી તેઓ બોનસથી વંચિત રહેતા અસંતોષની લાગણી પ્રસરી છે. બોનસ મળશે તેવી વાત કોન્ટ્રાકટરના માણસો દ્વારા કહેવામાં આવી હતી, પરંતુ દિવાળીના તહેવારો શરૂ થવા આવ્યા હોવા છતાં બોનસ નહીં મળતા ફિકસ પગાર મેળવતા કર્મચારીઓના પરિવારોમાં પણ ચિંતા અનુભવી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ તાજેતરમાં જ રાજયના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો ત્યારે આજે ગુજરાત એસ.ટી. નિગમના ફિકસ પગારના કર્મચાીરઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે પરંતુ પંચાયત વિભાગના ફિકસ પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓને પગાર વધારાનો લાભ પણ મળ્યો ન હોવાની ચર્ચા ઉઠી છે.

ગાંધીનગર જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયતના વિવિધ વિભાગોમાં અંદાજે ર૦૦ જેટલા કર્મચારીઓ ફિકસ પગાર ઉપર ફરજ બજાવી રહ્યા છે તેમના પગારમાં હજુ સુધી વધારો કરવામાં આવ્ય્‌ ન હોવાથી તેઓ નારાજ છે તે ઉપરાંત ખાનગી કંપની હેઠળ પંચાયત હસ્તકની કચેરીઓમાં ફરજ બજાવતા ફિકસ પગાર મેળવતા કર્મચારીઓને બોનસ પણ આપવામાં ન આવ્યું હોવાની ફરીયાદ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.