ગ્રાહકલક્ષી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા BoIની દ્વિદિવસીય સમીક્ષા બેઠક યોજાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/BoI-1-1024x682.jpg)
બેંક ઓફ ઇન્ડિયા(BoI) ની શાખાઓને વિકાસ કરવા માટેની વિચારણા કરવાના આશયથી ગાંધીનગર ઝોનની વિવિધ શાખાઓની દ્વિદિવસીય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. બેંક ઓફ ઇન્ડિયાના મેઈન ઓફીસના જનરલ મેનેજર એસ. કે. મુખર્જી ના વડપણ હેઠળ આયોજિત આ બેઠક માં બેંક ના વધું વિકાસ માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
બેંક ઓફ ઇન્ડિયાની બે દિવસની સમિક્ષા બેઠકનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યુ હતુંં જેમા રાષ્ટ્રીય અગ્રતાઓમાં આગળ વધવા બેન્ક ઓફ ઇન્ડિયાએ સંકલ્પ કર્યો હતો. આ બેઠક ૧૭ અને ૧૮ ઓગસ્ટ દરમિયાન ગાઁધીનગર ખાતે યોજાઇ હતી. બેઠકમાં તમામ ઝોનના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉસ્થિત રહ્યા હતા.
બેઠકમાં બેન્કમાં નવીનતા લાવવા માટે ડેટા વિશ્લષણોને લાભ આપવા માટે વધુ આઇટી સામગ્રીવાળી અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં ધિરાણ વધારવાના માર્ગ અને માધ્યમો ઉપર કેન્દ્રીત બેન્કીંગ નાગરીક કેન્દ્ર તેમજ વૃદ્ધ નાગરિકો, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, યુવાનો, વિદ્યાર્થીઓ વિગેરેની જરૂરીયાત અને અપેક્ષાઓ ઉપર પ્રતિભાવ આપવાનો વિચાર કરવામાં આવ્યો હતો. આ સાથે ડિજિટલ પેમેન્ટ, પીએસબીમાં કોર્પોરેટ ગવર્નન્સ,એમએસએમઇ માટે ક્રેડિટ રિટેલ, કૃષિ, ફાયનાન્સિયલ ગ્રીડની સ્થાપના પર ભાર આપી દેશની અર્થવ્યવસ્થાને વધું ઉંચે કેવી રીતે લઇ જઈ શકાય તે બાબતને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકાના ચાર્ટને તૈયાર કરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ સાથે દેશની આર્થિક પ્રગતિ માટે ક્રેડિટ રીટેઈલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, ફાર્મ સેક્ટર અને બ્લુ ઈકોનોમી, જલ શક્તિ, એમએસએમઇ સેક્ટર અને મુદ્રા લોન, એજ્યુકેશન લોન, એક્સપોર્ટ ક્રેડિટ, ગ્રીન ઇકોનોમી જેવા ક્ષેત્રોમાં વિવિધ રાષ્ટ્રીય પ્રાથમિક્તાઓ પર પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
આ સાથે જ કેન્દ્રની અન્ય યોજનાઓ જેવી કે, સ્વચ્છ ભારત અને મહિલા સશક્તિકરણને બેન્કો દ્વારા કેવી રીતે સીધો લાભ પહોંચાડી શકાય તેના પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. દેશની આર્થિક પ્રગતિમાં નિચલા સ્તરેથી કેવી રીતે અસરકારક રીતે વધુ સારી સેવા આપીને બેન્કના માધ્યથી ભાગ ભજવી શકાય તેની પણ આ તબક્કે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઝોનલ મેનેજર એસ. કે. બેહેરા એ પ્રસંગોચિત ઉદબોધન કરીને શાખા મેનેજરો ને ગ્રાહક લક્ષી સેવાઓ વધું સુદ્રઢ
બનાવવા અનુરોધ કર્યો હતો. નાયબ જનરલ મેનેજર ગિરિશ કુમારે પણ વિવિધ વિગતો પુરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે બેન્કના જય પ્રકાશ ગુપ્તા, મુકેશ પટેલ, ચિરાગ શર્મા, હિમાંશુ ગઢવી વિગેરે અધિકારીઓ સહીત સ્ટાફના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.