ગણેશ હાઉસિંગે બેંગાલુરુમાં વિઝનરી મિલિયન માઇન્ડ્સ ટેક સિટી રજૂ કરી
બેંગાલુરુ, ગુજરાત સરકાર અને વિજ્ઞાન તથા ટેક્નોલોજી વિભાગ સાથેની ભાગીદારીમાં ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડે બેંગાલુરુમાં ગુજરાત આઈટી/આઈટીઇએસ પોલિસી 2022-27 માટે સફળતાપૂર્વક બીજો રોડશૉ યોજ્યો હતો. સીઆઈઆઈના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો જેમાં સમગ્ર ભારતની 200થી વધુ અગ્રણી આઈટી અને આઈટી એનેબલ્ડ સર્વિસીઝ કંપનીઓને આકર્ષાઈ હતી.
તેણે ગુજરાતની પરિવર્તનકારી પહેલ તથા નીતિઓ દર્શાવી હતી અને બેંગાલુરુના ટેક નેટવર્કને ગણેશ હાઉસિંગના ફ્લેગશિપ પ્રોજેક્ટ મિલિયન માઇન્ડ્સ ટેક સિટી રજૂ કરી હતી. Ganesh Housing unveils the visionary Million Minds Tech City at the ‘Gujarat IT/ITES Policy 2022-27 Roadshow’ held in Bengaluru.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી આઈએએસ સુશ્રી મોના ખંધાર અને ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આઈએએસ શ્રી તુષાર વાય. ભટ્ટ સહિતના ઉદ્યોગ જગતના અગ્રણીઓ, નીતિ ઘડનારાઓ તથા ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ જેવા અગ્રણી સ્પીકર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ રસપ્રદ સેશન્સમાં ગુજરાત આઈટી/આઈટીઈએસ પોલિસી 2022-27 હેઠળ ઓફર કરવામાં આવતા વિવિધ પ્રોત્સાહનો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જે રાજ્યને ઊભરતા ટેક્નોલોજી હબ તરીકે સ્થાપિત કર્યું હતું.
રોડશૉનું મુખ્ય આકર્ષણ ગુજરાતના ટેક્નોલોજી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનું વચન આપતા ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મિલિયન માઇન્ડ્સ ટેક સિટીનું ઉદ્ઘાટન હતું.
આ કાર્યક્રમ અંગે ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના ડિરેક્ટર શ્રી અનમોલ પટેલે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચેન્નઇમાં અમે ઊભા કરેલા મોમેન્ટમના આધારે બેંગાલુરુમાં અમને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી અમે ખૂબ જ પ્રેરિત થયા છીએ. તે આઈટી/આઈટીઇએસ સેક્ટરને આગળ વધારવા માટે ગુજરાતની પ્રચંડ સંભાવનાઓમાં અમારા વિશ્વાસને પુનઃસ્થાપિત કરે છે.
સરકાર અને ગુજરાતની આઈટી/આઈટીઇએસ નીતિઓના સહારે મિલિયન માઇન્ડ્સ ટેક સિટી માટેનું અમારું વિઝન ન કેવળ વધુ એક ટાઉનશિપ ઊભું કરવાનું છે પરંતુ એક સંપન્ન ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનું પણ છે. આ ટાઉનશિપમાં નવીનતા, લક્ઝરી અને સમુદાય એક સાથે આવશે અને એક એવું સ્થળ બનાવશે જ્યાં છ અત્યાધુનિક ટેક પાર્ક્સ, ઉચ્ચ કક્ષાના રહેઠાણો, કો-લિવિંગ સ્પેસીસ, પ્રીમિયમ હોટલ અને મોટા શોપિંગ મૉલ્સ હશે. તે ગુજરાત અને દેશના ભવિષ્યને આકાર આપવામાં અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સેલ્સ અને માર્કેટિંગ પ્રેસિડેન્ટ શ્રી વિરેન મહેતાએ જણાવ્યું હતુ કે બેંગાલુરુમાં આ રોડશૉને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી અમે રોમાંચિત છીએ. આ ઇવેન્ટ એક નોંધપાત્ર પ્લેટફોર્મ છે, જેમાં ગુજરાત અને કર્ણાટકના મુખ્ય મહાનુભાવોએ સાથે આવીને વ્યૂહાત્મક પહેલ પર પ્રકાશ પાડ્યો છે જે આઈટી રોકાણો માટે ગુજરાતને ટોચની પસંદગી બનાવે છે. બેંગાલુરુના વાઇબ્રન્ટ ટેક સમુદાય તરફથી બતાવાયેલા મજબૂત રસ અને જોડાણે આ ક્ષેત્રના ભવિષ્યને આકાર આપતા ગ્રેડ-એ કોમર્શિયલ રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે વિકાસ કરવા અને સહયોગ સાધવા માટેની પ્રચંડ તકોમાં અમારો વિશ્વાસ પુનઃસ્થાપિત કર્યો છે.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી આઈએએસ સુશ્રી મોના ખંધારે જણાવ્યું હતું કે ગુજરાત આઈટી/આઈટીઇએસ પોલિસી 2022-2 ઉચ્ચ સ્તરના ઉત્પાદન, આરએન્ડડી તથા ડિજિટલ પરિવર્તનને સરળ રીતે સંકલિત કરે તેવા ગતિશીલ અને ભવિષ્ય માટે તૈયાર ઇકોસિસ્ટમ બનાવવાના અમારા વિઝનને દર્શાવે છે. ધોલેરામાં સેમીકંડક્ટર હબ, વૈશ્વિક સહયોગ અને કૌશલ્ય તથા સંશોધન પર મજબૂત ભાર જેવી અગ્રણી પહેલ સાથે અમે સ્પર્ધાત્મક વૈશ્વિક ક્ષેત્રે ટકી રહેવા માટે ઉદ્યોગો તથા સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવીએ છીએ.
અમદાવાદમાં વિઝનરી મિલિયન માઇન્ડ ટેક સિટી જેવા પ્રોજેક્ટ્સ ટેક્નોલોજી અને નવીનતા માટેના પસંદગીના ડેસ્ટિનેશન તરીકે ગુજરાતની સ્થિતિને ફરીથી મજબૂત કરે છે જે એવા વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરે છે જે અમારી વૃદ્ધિની મહત્વાકાંક્ષાઓ સાથે જોડાયેલા છે. આ સર્વગ્રાહી અભિગમ દ્વારા ગુજરાત ન કેવળ વિકાસને આગળ ધપાવે છે પરંતુ 2047 સુધીમાં ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની યાત્રામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.
ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આઈએએસ શ્રી તુષાર વાય ભટ્ટે જણાવ્યું હતું કે ગુજરાત આઈટી/આઈટીઈએસ પોલિસી 2022-27 એ ગુજરાતને ટેકનોલોજી અને ઇનોવેશન માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાના અમારા વિઝનનો પુરાવો છે. CAPEX-OPEX સપોર્ટ અને આઈટી પાર્ક્સ, સ્ટાર્ટઅપ્સ અને ડીપ ટેક એક્સીલરેટર્સ જેવી વિશિષ્ટ સહાય જેવી અદ્વિતીય પ્રોત્સાહનો સાથે આ નીતિ નોંધપાત્ર વૈશ્વિક રોકાણોને આકર્ષવા અને ઉચ્ચ કુશળતા ધરાવતા વર્કફોર્સ તૈયાર કરવા માટે બનાવવામાં આવી છે.
એઆઈ, બ્લોકચેઇન અને ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ જેવી અદ્યતન ટેક્નોલોજી અપનાવીને અમે એક એવી ઇકોસિસ્ટમનો પાયો નાખી રહ્યા છીએ જે શ્રેષ્ઠતા અને તકો પર ખીલે છે. આ નીતિ ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા, હજારો નોકરીઓનું સર્જન કરવા અને ભારતના ટેક્નોલોજીકલ ઉત્ક્રાંતિમાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે ગુજરાતની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.