Ganesh Temple Dhank: એવા ગણેશજી મૂષક નહીં પણ સિંહ પર બિરાજમાન છે
રાજકોટ, ગણેશજી પ્રથમ પૂજનીય દેવ છે.કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. જે બાદ કોઈ પણ શુભ કામની શરૂઆત થાય છે.
Ganesh Temple Dhank: એક એવા ગણેશજી જેઓ મૂષક નહીં પણ સિંહ પર બિરાજમાન છે, ભક્તો પત્રો લખી જણાવે છે પોતાના દુઃખ
ત્યારે આજે અમે આપને એક એવા ગણેશજીનો મહિમા અને તેની શ્રદ્ધા વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જે ગણેશજી સિંહ પર બિરાજે છે અને ભક્તો તેમને પત્રો લખીને પોતાનું દુખ જણાવે છે. આપણે જે મંદિરની વાત કરી રહ્યાં છીએ તે મંદિર સૌરાષ્ટ્રમાં આવેલુ છે.
આ મંદિર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં આવેલું છે.જ્યાં ગણેશજી સિંહ પર બિરાજે છે.અહિંયા ભક્તો પોતાના દુખને પત્રોમાં લખીને ગણેશજીના ચરણોમાં મુકે છે.અને ભક્તોના દુખ દર્દ પણ દુર થાય છે.
દરેક ભક્તોએ અનેક ગણપતિ દાદાના દર્શન કર્યા હસે પરંતુ અમે આજે આપને એક એવા ગણપતિ દાદાના દર્શન કરાવે છે કે જેનો મહિમા અપરંપાર છે અને ભક્તો પણ અનોખી આસ્થા અને શ્રદ્ધા સાથે અહીંયા પોતાના દુઃખ દર્દ ગણપતિ દાદા સામે વ્યક્ત કરે છે ત્યારે આ ગણપતિ દાદા પણ તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે તેવી ભક્તોની અતૂટ શ્રદ્ધા છે.
જાેઈએ ઉપલેટાના ઢાંક ગામના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાની અનોખી શ્રદ્ધા તેમજ અસ્થાઓ વિશે માત્ર અમારા આ વિશેષ અહેવાલમાં. આ ગણપતિ દાદાને તેમના ભક્તો અને શ્રદ્ધાળુઓ પત્ર લખીને ટપાલના માધ્યમથી પોતાના દુઃખ દર્દ કહે છે.
દેશ-વિદેશથી લોકો પત્ર લખીને આ મંદિરમાં મોકલે છે.અને પોતાના દુખ જણાવે છે. દેશ-વિદેશથી રોજની ભક્તોની ૧૦૦થી ૧૫૦ જેટલી ટપાલો આવે છે.
સિંહના વાહન ઉપર બિરાજમાન ગણેશજી સમગ્ર ભારતમાં ક્યાંય જાેવા મળતા નથી જયારે મંદિરમાં બિરાજમાન અન્ય સફેદ આંકળાના ગણેશજી જાેવા એ પણ એક લ્હાવો છે.
ઢાંક ગામમાં ચારેય દિશાઓમાં ગણપતિ દાદા બિરાજે છે અને દરેકનાં મુખ નગર એટલે કે ગામ તરફ છે ત્યારે કહે છે કે, જયાં – જયાં ગણપતિ દાદા બિરાજતા હોય ત્યાં આધિ – વ્યાધિ, ઉપાધિ કે કુદરતી આફતો આવતી નથી જેથી આ ઢાંક ગામમાં પણ કયારેય આફત આવી નથી.બીજુ એવુ પણ કહેવાય છે કે આ મંદિરમાં પાંડવો પણ આવ્યા હતા તેમને અહિંયા ગણેશજી અને શિવજીની પૂજા કરી હતી.
અંદાજે ૨ હજાર વર્ષે પૂર્વે ઢાંકનું નામ પ્રેહપાટણ હતું.તે સમયે એક સાધુ મહારાજે કોઈ કારણોસર શ્રાપ આપી ઢાંક ગામને તહેસનહેસ કરી નાખ્યું હતું.ત્યારે આ ગામ જમીનમાં દટાયું હતું અને માયા એટલે કે ધન-દોલત માટી થઇ ગયા હતા, ત્યારે બાદમાં ભકતોએ ગજાનન સમક્ષ ગામને ફરી વસાવવા પ્રાર્થના કરી હતી અને ગામ વસ્યુ હતું.ત્યારથી આજ સુધી ગણપતિ બાપ્પા ભકતોની અરજ સાંભળતા આવ્યા છે અને આજે પણ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.SS1MS