Western Times News

Gujarati News

અંબાજી મંદિરમાં વિશ્વ કલ્યાણ અર્થે ગણેશ યાગ અને હોમાત્મક મહા શતચંડી યજ્ઞ યોજાયો

51 હજાર આહુતીઓ, ૧૧૦૦ લાડુ – ૧૧૦૦ માલપુઆ સહીત ૧૦૮ અલગ અલગ દ્રવ્યોનો અભિષેક કરાયો

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.

અંબાજી મંદિર ઉપર નાના મોટા ૩૫૮ સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.અંબાજી ખાતે વર્ષ દરમિયાન આવતા તહેવારો મા ભાદરવી મહાકુંભ, નવરાત્રી , દીવાળી પર્વ અને વેકેશન મા લાખો કરોડો માઈ ભક્તો માં અંબાના દર્શન કરવા આવતા હોય છે, ત્યારે સૌથી મોટો પર્વ અંબાજી ખાતે પોષ મહિનાની પૂર્ણિમાએ પણ યોજાતો હોય છે.અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામા આવ્યુ છે, સાથેસાથે અંબાજી મંદિરની હવનશાળાને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા ૨૩ અને ૨૪ જાન્યુઆરી ના રોજ વિશ્વ કલ્યાણ અને પશુઓના કલ્યાણ માટે ગણેશ યાગ ,હોમાત્મક મહા શતચંડી યજ્ઞ શરુ કરાયો હતો જેમા વિવિધ પ્રકારના દ્રવ્યો ,પુજન સહીત ૧૦૮ વિવિધ ઔષધીઓથી માતાજીનો અભિષેક તથા હવન કરાયો હતો.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોષી પૂનમ પર્વ પહેલા અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણ દ્રારા આ યજ્ઞ પૂજન કરાયું હતુ. બે દિવસ સુધી સતત અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ જામ્યો હતો અને બોલનારી અંબે જય જય અંબે નો નાદ ગુંજી ઉઠ્‌યો હતો.

અંબાજી મંદિર ખાતે રામ મહોત્સવ અને પોષી પૂનમ વચ્ચે વિશ્વ કલ્યાણ માટે યજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ યાગ માટે ૧૦,૦૦૦ આહુતિ સહિત ૧૧૦૦ લાડુનો ભોગ,૧૧૦૦ માલપુઆનો ભોગ સહિત મહાપુજા ,દીપમાલા અને નર્વાણ મંત્ર સહિત કુલ ૫૧,૦૦૦ આહુતિઓ આપવામા આવી હતી. માતાજીની મૂર્તિની ૧૦૮ અલગ અલગ દ્રવ્યો વડે સ્નાન અને પૂજન કરવામાં આવ્યું હતુ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.