Western Times News

Gujarati News

ગંગા એક્સપ્રેસવે પર ઉતર્યા ભારતના લડાકૂ વિમાન (જૂઓ વિડીયો)

(એજન્સી)શાહજહાંપુર, ભારત-પાકિસ્તાન સરહદપર તણાવ વચ્ચે બધાની નજર ઉત્તર પ્રદેશના શાહજહાંપુર પર છે. જ્યાં ગંગા એક્સપ્રેસ વે પર બનલી એરસ્ટ્રિપ પર ઈન્ડિયન એરફોર્સના ફાઈટર વિમાનોએ લેન્ડિંગનો અભ્યાસ શરૂ કર્યો. આકાશમાં મિરાજ, રાફેલ, સુખોઈ અને જગુઆર જેવા ફાઈટર વિમાનોની ગર્જનાથી દુશ્મન દેશ ધ્રુજી ઉઠ્યા છે.

હાલ એરફોર્સ ગંગા એક્સપ્રેસ વે પર પોતાનો દમ દેખાડી રહી છે. ૩.૫ કિમી લાંબી એરસ્ટ્રિપ પર ફાઈટર વિમાનો લેન્ડિંગ અને ટેકઓફની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જો યુદ્ધ જેવી ઈમરજન્સી સ્થિતિ બને તો આ એક્સપ્રેસ વેની પટ્ટીને વૈકલ્પિક એરપોર્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. અત્રે જણાવવાનું કે ગંગા એક્સપ્રેસ વે યુપીનો ચોથો એવો એક્સપ્રેસ વે છે જેમાં એરસ્ટ્રિપ છે.

જો કે તે રાતે લેન્ડિંગની ક્ષમતાવાળો દેશો દેશનો સર્વપ્રથમ એક્સપ્રેસ વે છે. દેશમાં પહેલીવાર કોઈ હાઈવે પર દિવસની સાથે નાઈટ લેન્ડિંગ ટ્રાયલ પણ થશે. આ એક્સપ્રેસ વે ૩૬,૨૩૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. તે ૫૯૪ કિલોમીટર લાંબો છે. જે મેરઠથી પ્રયાગરાજ સુધી બની રહ્યો છે. તાજેતરમાં સીએમ યોગીએ તેનું નિરીક્ષણ કર્યું હતું. તેનું ૮૦ ટકા કામ પૂરું થઈ ચૂક્્યું છે.

એરફોર્સ ગંગા એક્સપ્રેસ વે પર રાફેલ, સુખોઈ, જગુઆર ફાઈટર વિમાનોની સાથે ઉડાણ અને લેન્ડિંગનો અભ્યાસ કરીને દુશ્મનોને કડક સંદેશો આપી રહી છે. બીજી બાજુ નેવી પણ અરબ સાગરમાં જહાજો સાથે અભ્યાસ કરી રહી છે. જ્યારે આર્મી આતંકીઓને વીણી વીણીને ખાતમો કરવામાં લાગી છે. આ દેશની પહેલી એવી એરસ્ટ્રિપ છે જ્યાં વાયુસેનાના ફાઈટર વિમાનો દિવસે અને રાતે લેન્ડિંગ કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.