Western Times News

Gujarati News

ગંગા વિલાસ ક્રૂઝ બિહારમાં ફસાઈ નથી, પટણા પહોંચી ગઈ છેઃ કેન્દ્રીય મંત્રી

(એજન્સી)છપરા, ચાર દિવસ પહેલા જ વારાણસીથી નીકળેલી અને ડિબ્રૂગઢ જવા રવાના થયેલી ગંગા વિલાસ ક્રૂજ બિહારના છપરામાં ફસાઈ ગઈ હોવાના ફેક સમાચાર સામે આવ્યા હતા. જિલ્લાના ડોરીગંજ વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં ગંગા નદીમાં પાણી ઓછું હોવાને કારણે ક્રૂઝને કિનારા સુધી લાવવામાં મુશ્કેલી થઈ રહી હતી.

આ અંગે ગીરીરાજ સિંઘે જણાવ્યુ હતું કે ગંગા વિલાસ ક્રુઝ પટણા પહોંચી તેના નિયત કરેલા સમય પ્રમાણે પહોંચી ગઈ છે.

Union minister Giriraj Singh hit back at Samajwadi Party chief after the Inland Waterways Authority of India (IWAI) said the Ganga Vilas river cruise reached Patna as per schedule and was not stuck in Chhapra

ગઈકાલે ગંગા વિલાસ ફસાઈ છે તેવી  સૂચના મળતાની સાથે જ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ હતું. એસડીઆરએફની ટીમ નાની નાવડીની મદદથી મુસાફરોને ચિરાંદ લાવાવનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આ મુસાફરો ચિરાંદમાં પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોને જાેશે અને ભારતીય સંસ્કૃતિની જાણકારી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે છપરાથી ૧૧ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં ડોરીગંજ બજાર પાસે સ્થિત ચિરાંદ સારળ જિલ્લાનું સૌથી મહત્વપૂર્ણ પુરાતત્વ સ્થળ છે. ઘાઘરા નદીના કિનેરા બનેલા સ્તૂપ આકારના સ્થાપત્યોને હિન્દુ, બૌદ્ધ અને મુસ્લિમ ઈતિહાસ સાથે જાેડીને જાેવામાં આવે છે.

છપરામાં ગંગા વિલાસ ક્રૂઝને નદીમાં પાણી ઓછું હોવાને કારણે કિનારા સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પરંતુ મુસાફરોને ચિરાંગ પહોંચવામાં તકલીફ ના પડે તે માટે NDRFની ટીમ તરત સક્રિય થઈ ગઈ હતી. ચિરાંદ છપરાનું એક મહત્વનું સ્થળ છે.

મુસાફરોની વ્યવસ્થામાં વ્યસ્ત છપરાના સીઓ સતેન્દ્ર સિંહ જણાવે છે કે, ચિરાંદમાં વિદેશી સહેલાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઘાટ પર એસડીઆરએફની ટીમ તૈનાત છે જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છીય ઘટના બને તો તરત કાર્યવાહી કરી શકાય.

પાણી ઓછું હોવાને કારણે ક્રૂઝને કિનારા સુધી લાવવામાં સમસ્યા થઈ રહી હતી, માટે નાની નાવડીની મદદથી મુસાફરોને લાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખીય છે કે ગંગા વિલાસ ક્રૂઝ બક્સર પહોંચી તો ઢોલ-નગારા વગાડીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.