ક્લાસમેટ પર ગેંગરેપ કરનારા ધો. ૧૦ના ૩ છાત્રની ધરપકડ

આ મામલે અન્ય એક છોકરાની પણ ધરપકડ કરાઈ
તમિલનાડુ, તમિલનાડુમાં ધોરણ ૧૦ના ૩ વિદ્યાર્થીઓની પોતાની ક્લાસમેટ સાથે ગેંગરેપ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ રેપનો વીડિયો રેકોર્ડ કર્યો અને બાદમાં તેને શેર પણ કરવામાં આવ્યો હતો. આ મામલે અન્ય એક છોકરાની પણ ધરપકડ કરવામાં આવી છે જે ૧૫ વર્ષની પીડિતાનો પીછો કરતો હતો. તે તેનો બોયફ્રેન્ડ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે.
થિટ્ટાકુડીના પોલીસ ઈન્સ્પેક્ટર કિરુબાએ જણાવ્યું કે, બધા આરોપી સગીર છે. તેમણે વિદ્યાર્થીનીને એક ફોટો દ્વારા બ્લેકમેલ કરી હતી. તે ફોટોમાં પીડિત પોતાના બોયફ્રેન્ડ સાથે નજર આવી રહી હતી. આરોપીઓએ છોકરીને તેમના મિત્રના રૂમ પર આવવા માટે કહ્યું હતું અને તેવું ન કરવા પર તસવીરને વાયરલ કરવાની ધમકી આપી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે છોકરી તાજેતરમાં જ પોતાના પૂર્વ સીનિયર સ્ટૂડન્ટના જન્મદિવસ પાર્ટીમાં તેમના ઘરે ગઈ હતી. અપરાધીઓમાંથી એકે એક છોકરા સાથે પીડિતાની તસ્વીર ખેંચી લાધી હતી. ત્યારબાદ તેમણે છોકરીને એવું કહીને બ્લેકમેલ કરી કે, તે તેમના પેરેન્ટસને આ તસવીર બતાવી દેશે. ત્યારબાદ છોકરીને રૂમ પર બોલાવી હતી અને તેની સાથે રેપ કર્યો હતો. આ દરમિયાન પીડિતાનો વીડિયો પણ બનાવી લીધો હતો.
વીડિયો શેર કરતા છોકરીએ સમગ્ર વાત પોતાની માતાને જણાવી હતી અને ત્યારબાદ પોલીસે એક્શનમાં આવી હતી. પોલીસે આરોપીઓની રેપના આરોપમાં ધરપકડ કરી લીધી છે અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
આરોપી સગીરોને ઓબ્ઝેર્વેશન હોમમાં મોકલાવી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે જેના રિપોર્ટની રાહ જાેવામાં આવી રહી છે.