Western Times News

Gujarati News

ભીડનો લાભ લઈને મોબાઈલ ચોરી કરતી અનેક ગેંગ સક્રિય

Files Photo

ભીડભાડવાળી જગ્યા, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ પાસે મોબાઈલ ફોન સાચવજાે

(એજન્સી) અમદાવાદ, શહેરમાં ભીડભાડવાળી જગ્યા પર મોબાઈલ ચોરી કરતી અનેક ગેંગો સકંરિય થઈ છે. જે તમારી નજર ચૂકવીને ગણતરીની મીનિટોમાં જ મોબાઈલ ચોરી કરીને નાસી જાય છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ર૦ થી વધુ ગુના ગઈકાલે નોંધાયા હતા.

જેમાં પોલીસે મોબાઈલ ચોરને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રેલ્વે સ્ટેશન બસ સ્ટૈન્ડ તેમજ જાહેર જગ્યા પરથી મોબાઈલ ફોન ચોરી થઈ હોવાની અનેક ફરીયાદો નોંધાઈ છે. મોબાઈલ ચોરી કરતી ગેંગ એક સાથે ચોરેલા મોબાઈલ ફોન ભેગા કરે છે. અને બાદમાં ગુજરાતના અંતરીયાળ ગામડા તેમજ અન્ય રાજ્યોમાં વેચી મારતા હોય છે.

વેજલપુરમાં રહેતા મયુર કડીયા વાંકાનેરથી અમદાવાદ ટ્રેનમાં આવ્યા હતા. મયુર કડીયા પ્લેટફોર્મ નંબર છ પરથી પસાર થતાં હતા ત્યારે ગઠીયાએ તેમનો મોબાઈલ ફોન ચોરી લીધો હતો. કાલુપુર રેલ્વે પોલીસે આ મામલેે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

આ સિવાય બાપુનગરમાં પ્રેમજી ચૌહાણ નામની વ્યક્તિ એએમટીએસ બસમાં ચઢતી હતી ત્યારે એક શખ્સે તેમનો મોબાઈલ ફોન ચોરી લીધો હતો. તો બીજી તરફ બાપુનગર બસ સ્ટેન્ડ પાસે રીક્ષાચાલક સુનિલ શિવહરેનો મોબાઈલ પણ કોઈ શખ્સે ચોરી કરી લીધો હતો. મોબાઈલ ચોરીની બંન્ને ફરીયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

શાહપુર વિસ્તારમાં રહેતા રશ્મિબેન તેમના ઘરે રસોઈ બનાવતા હતા ત્યારે તેમનો મોબાઈલ ફોન ઘરની બહાર મુક્યો હતો. જેથી કોઈ ગઠીયાએ ેઆ તકનો લાભ લઈનેે મોબાઈલની ચોરી કરી લીધી હતી. દરિયાપુર પોલીસેેેે રશ્મિબેનની ફરીયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રમઝાન મહિનો ચાલી રહ્યો હોઈ ગોમતીપુર વિસ્તારમાં રહેતા શાહનવાઝખાન ખરીદી કરવા માટે ગયા હતા. ત્યારે ભીડનો લાભ લઈને કોઈ ગઠીયાએ તેમના મોબાઈલ ફોનની ચોરી કરી લીધી હતી. ગોમતીપુર પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે.

ચાલુ વાહન ઉપર પણ નજર ચુકવીને મોબાઈલ ફોનની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. દિપક તલાટી નામનો યુવક કાંકરીયા ગેટ પાસેથી પોતાના વાહન પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સોએે તેના ખિસ્સામાંથી ફોન કાઢી લીધો હતો. જેથી દિપકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.

આ સિવાય પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ફોનની ચોરીની વીસથી વધુ ફરીયાદ નોંધાઈ છે. મોબાઈલની ચોરી છેલ્લા ઘણા સમયથી વધી ગઈ છે. જેમાં કેટલાંક લોકો ઈ-એફઆઈઆર કરી રહ્યા છે તો કેટલાંક લોકો પોલીસ સ્ટેશનમાં જઈન ફરીયાદ કરી રહ્યા છે. આ સિવાય પણ ફરીયાદો એવી હોય છે કે જે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં નોધાઈ નથી. મોબાઈલ ચોરી કરતી ગેંગ એક સાથે મોબાઈલ ફોન ભેગા કરીને વેચી દેતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.