Western Times News

Gujarati News

પીજી હોસ્ટેલ ભાડે આપતાં પહેલાં વાંચી લો આવું પણ થઈ શકે છે

ગેંગસ્ટરની હત્યા કેસમાં ગુજરાત ATS એ એક વ્યક્તિની ધરપકડ કરી-મનીષે જ ત્રણેય શૂટરોને સીકરની એક કોચિંગ સંસ્થામાં દાખલ કરાવ્યા હતા. આ પછી પૈસા ભરીને પીજી હોસ્ટેલમાં રાખ્યા હતા.

(એજન્સી)અમદાવાદ, રાજસ્થાનના ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યા કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. તેણે ઠેહટની હત્યા કરીને સનસનાટી મચાવનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સુત્રધાર વિજય બિશ્નોઈને પકડી લીધો છે. જણાવી દઈએ કે, રોહિત ગોદારાએ રાજુ ઠેહટની ગોળી મારીને હત્યા કરી હતી. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયાર રોહિતને વિજય બિશ્નોઈએ આપ્યું હતું.

આ બાદ વિજય ગુજરાત ભાગી આવ્યો હતો. રાજસ્થાન પોલીસે ગુજરાત ATSને વિજયની જાણ કરી હતી. તેને માહિતી મળી કે, આરોપી ટ્રકમાં છુપાઈને બીકાનેર જવા રવાના થયો છે. આ પછી તેણે જાળ ફેલાવી વિજયને મહેસાણા નજીકથી પકડી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યાનું કાવતરું નવ મહિના પહેલા એપ્રિલમાં લોરેન્સ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારા દ્વારા ઘડવામાં આવ્યું હતું. તેણે બિકાનેરના લુંકરનસરમાં આ હત્યાકાંડનું કાવતરું ઘડ્યું હતું.

આ માટે રોહિતે ૧૦ એપ્રિલે શૂટર્સને લુંકરનસર બોલાવ્યા હતા. જે બાદ શૂટરોને સીકર મોકલવામાં આવ્યા હતા. તેણે શૂટર્સને કહ્યું હતું કે, તેનું લક્ષ્ય એક મોટા ગુનેગારને મારવાનું હતું. આ શૂટરોમાં હરિયાણાના સતીશ મેઘવાલ અને જતીન કુમ્હાર સહિત એક સગીરનો સમાવેશ થાય છે. રોહિતે તેને સીકરમાં તેના માણસ મનીષ જાટ પાસે મોકલ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મનીષે જ ત્રણેય શૂટરોને સીકરની એક કોચિંગ સંસ્થામાં દાખલ કરાવ્યા હતા. આ પછી પૈસા ભરીને પીજી હોસ્ટેલમાં રાખ્યા હતા. હત્યા પહેલા રોહિતે આયોજનબદ્ધ રીતે મનીષને હથિયારો પહોંચાડ્યા હતા. તેણે રાજુ ઠેહટના શૂટિંગની સમગ્ર જવાબદારી મનીષ જાટને સોંપી હતી.

રાજુ ઠેહટની હત્યાના ૫ દિવસ પહેલા શૂટર વિક્રમે સીકરના બમરદા ખાતેના ફાર્મ હાઉસમાં ત્રણ શૂટર્સને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી હતી. આ માટે રાજુએ ઠેહટનું નકલી પુતળું બનાવીને ૫-૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. શૂટર્સને મેગેઝિન લોડ કરવા, ફાયર બર્સ્ટ કરવા અને સેફ્ટી બટનનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી હતી.

આ ત્રણ શૂટર્સ સોશિયલ મીડિયા દ્વારા રોહિતના સંપર્કમાં આવ્યા હતા. ત્યારપછી મનીષ જાટે શૂટરો સાથે મળીને રાજુ ઠેહટને તેના ઘરમાં આયોજનબદ્ધ રીતે ગોળીઓ મારીને ભાગી ગયો હતો. પરંતુ આ ગેંગ વોરની ઘટનાના ૨૪ કલાકમાં જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.