કાશ્મીરમાં મેડિકલ કોલેજમાં થયેલા ગોળીબારમાં ગેંગસ્ટર ઠાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/JK1.jpg)
કઠુઆ, જમ્મુ-કાશ્મીરની કઠુઆ મેડિકલ કોલેજમાં મંગળવારે રાત્રે થયેલા એનકાઉન્ટરમાં એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર શહીદ થયા હતા જ્યારે હત્યા કેસનો એક આરોપી ઠાર કરાયો હતો. પોલીસને સ્થાનિક ગુંડાઓની શુનુ ગેંગના સભ્યો છુપાયા હોવાની બાતમી મળી હતી. જ્યારે ટીમે તેમનો પીછો કર્યો ત્યારે તેઓ વાહનમાં સવાર થઈને ભાગી ગયા હતા અને મેડિકલ કોલેજ કેમ્પસમાં ઘૂસી ગયા હતા.
પોલીસ અનુસાર બુધવારે રાત્રે ૧૦.૩૫ કલાકે બંને પક્ષો વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. ગોળીબારમાં ગુંડાઓની આગેવાની કરી રહેલો અને હત્યા કેસના આરોપી વાસુદેવનું મોત થયું હતું. આ એન્કાઉન્ટરમાં બે પોલીસ અધિકારી દીપક શર્મા અને અનિલ કુમાર ઘાયલ થયા હતા.
આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર દીપક શર્માને માથામાં ગોળી વાગી હતી જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. દીપકના લગ્ન તાજેતરમાં જ થયા હતાં. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ દીપક શર્માની બહાદુરીને બિરદાવી હતી.
તેમણે કહ્યું કે તેમનું બલિદાન હંમેશા આપણી સાથે જીવંત રહેશે. સિંહાએ કહ્યું કે સરકાર અને પોલીસ વિભાગ આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારની સાથે છે. શહીદ શર્માના પરિવાર સાથે મારી હાર્દિક સંવેદના છે.SS1MS