Western Times News

Gujarati News

ગઠિયાઓએ આધેડને નશીલી પદાર્થ ખવડાવીને લૂંટી લીધો

પ્રતિકાત્મક

અમદાવાદ, રાજ્યમાં મુસાફરી કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતથી અમદાવાદ આવવા માટે નીકળેલા આધેડને બાજુમાં બેઠેલા અજાણ્યા મુસાફરએે બીસ્કીટ ખવડાવીને પાણી પીવડાવ્યું. બાદમાં આધેડને ઉંઘ આવી જતાં તે સુઇ ગયા હતાં.

અને તેમના દાગીના તેમજ રૂપીયા ૧૫૦૦ ગાયબ થઇ ગયા. જે અંગે પોલીસને જાણ કરતાં પોલીસએ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા રાજુભાઇ રાઠોડ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે તેમના ભાણેજની સગાઇમાં સુરત ખાતે ગયા હતાં.

બીજે દિવસે રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ વરાછા ખાતેથી તેઓ ખાનગી ટ્રાવેલર્સ બસમાં બેસીને અમદાવાદ આવવા માટે નીકળ્યા હતાં. આ દરમિયાન તેમની બાજુની સીટમાં આશરે ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરનો અજાણ્યો મુસાફર બેઠો હતો.

કામરેજ ચોકડી ખાતે બસમાં ડીઝલ પુરાવવા માટે બસ ઉભી રાખતા ફરીયાદની બાજુમાં બેઠેલ મુસાફર નીચે ગયો હતો. લગભગ પંદરથી વીસ મીનિટ બાદ તે પરત આવ્યો હતો. જેણે ફરિયાદીને બિસ્કીટ ખાવા માટે આપ્યા હતાં. પરંતુ ફરિયાદીએ ના પાડતા વધુને વધુ આગ્રહ કરવા લાગ્યો હતો.

જેથી ફરિયાદીએ એક બે બીÂસ્કટ ખાઇને તેની પાણીની બોટલમાંથી પાણી પીધું હતું. બાદમાં તેઓને અચાનક જ ઉંઘ આવી જતા તેઓ સુઇ ગયા હતાં. જ્યારે સવારના છ વાગ્યાની આસપાસ નિકોલ ગંગોત્રી સર્કલ આવતા બસના ડ્રાઇવરએ તેઓને ઉંઘમાંથી જગાડ્યા હતાં.

ત્યારે તેઓને જાણવા મળ્યું હતું કે, તેમણે પહેરેલી સોનાની ચેઇન, પેન્ડલ, વીંટી, લક્કી અને રોકડા ૧૫૦૦ રૂપિયા ગાયબ હતા. જો કે તેઓને અશક્તિ લાગતા તેમના દીકરાને આ બાબતની જાણ કરી હતી.

ફરિયાદીની તબિયત સારી ના હોવાથી તેઓેને નિકોલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બાદમાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં નિકોલ પોલીસએ ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.