Western Times News

Gujarati News

ટીવીની Gangubai હવે એકદમ ગ્લેમરસ દેખાય છે

સલોની પોતાના કેરેક્ટર ગંગૂબાઇથી ઘરે ઘરે જાણીતી બની હતી અને આજે પણ તેના લાખો ચાહકો છે

સલોનીએ આઠ મહિનામાં ૨૨ કિલો વજન ઘટાડ્યું

મુંબઈ, ટીવીના પડદાની ગંગુબાઇએ પોતાના જૉક્સ અને કૉમિક ટાઇમિંગથી બધાને ખૂબ હસાવ્યા હતા, હવે તે મોટી થઇ ગઇ છે. બાળપણમાં ગોળમટોળ દેખાતી સલોની આજે મોટી થઈ ગઇ છે. એક્ટ્રેસ હવે એકદમ સ્ટાઇલિશ અને ફિટ દેખાય છે. કૉમેડી સર્કસ’માં આવતી સલોનીનું બોડી ટ્રાન્સફોર્મેશન જાેઇને લોકો જાેતાં રહી ગયા છે.

Gangubai now looks quite glamorous

 

View this post on Instagram

 

A post shared by Saloni Daini (@salonidaini_)

ઇન્સ્ટાગ્રામ પર તેની એકથી એક ગ્લેમરસ અને હૉટ તસવીરો ચર્ચાનો વિષય બની છે. ટીવીની ‘ગંગુબાઇ’નું આખું નામ સલોની છે. સલોની હવે એકદમ મોટી થઇ ગઇ છે, તે ૨૦ વર્ષની થઇ ગઇ છે અને સોશ્યલ મીડિયા પર તેની બૉલ્ડ એન્ડ બિન્દાસ તસવીરો જાેવા મળે છે. સલોનીએ કમાલનું બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે, તેણે માત્ર ૮ મહિનામાં જ લગભગ ૨૨ કિલો વજન ઉતારીને પોતાના બેડોળ શરીરને એકદમ પરફેક્ટ કરી દીધું છે.

એક્ટ્રેસ સલોનીએ લૉકડાઉનમાં પોતાનો ફિટનેસ ગૉલ બનાવ્યો અને તેને પૂરો કર્યો. વજન ઉપરાંત સલોનીએ પોતાની ફેશન અને સ્ટાઇલને હમણાં જ અપડેટ કરી છે. સલોની પોતાના કેરેક્ટર ‘ગંગૂબાઇ’થી ઘરે ઘરે જાણીતી બની હતી અને આજે પણ તેના લાખો ચાહકો છે. સલોનીએ નાની ઉંમરમાં એક્ટિંગ અને ટીવી શૉમાં કામ શરૂ કર્યું હતું, તે ખૂબ વધારે શરીર ધરાવતી ચાઇલ્ડ એક્ટર હતી,

જેના કારણે તેનું ખૂબ ટ્રૉલિંગ થતું હતું, પરંતુ તે આજે એકદમ સ્ટાઇલિશ દેખાય છે. સલોની એકસમયે અંદાજિત ૭૦થી વધારે કિલો શરીરની હતી અને હવે તે પોતાની ફિટ બોડીથી ફેન્સના દિલ જીતી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની ગ્લેમરસ તસવીરો છે. સલોનીની ફિટનેસ સારી છે. સ્વાસ્થ્ય જાળવવા માટે તે જીમમાં જાય છે અને હેલ્ધી ફૂડ ખાય છે.

આ જ કારણ છે કે લેટેસ્ટ ફોટોઝમાં સલોનીનું ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન અદ્ભૂત દેખાઈ રહ્યું છે. સલોનીએ ૮ મહિનામાં ૨૨ કિલો વજન ઘટાડ્યું છે. સલોનીએ જણાવ્યું કે પહેલા લોકો તેને જાડી છે કહીને હેરાન કરતા હતા. સલોની પણ આ કોમેન્ટ્‌સ વાંચીને નિરાશ થઈ જતી હતી. પરંતુ, તેણે પોતાની જાત પર કામ કર્યું. સલોની જે પહેલા ૮૦ કિલો વજન ધરાવતી હતી, હવે તેણે પોતાનું વજન ૨૨ કિલો ઘટાડ્યું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.