અમદાવાદ શહેરમાં ગેંગવોરઃ એકબાજુ ફાયરિંગ તો બીજી બાજુ તલવાર ઉછળી
અમદાવાદ, શહેરમાં ફરી અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યાનાં કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદમાં સોમવારે બીજા તબક્કાનું મતદાન થયું હતુ. જેની મોડી રાતે અમદાવાદના જુહાપુરામાં મોડી રાતે ગેંગવોર અને મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતા.
અંગત અદાવતમાં કુખ્યાત નજીર વોરા પર ફાયરિંગ થયું છે. જેમાં પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધી છે. આ સાથે વેજલપુર પોલીસે નઝીર વોરા અને પુત્ર સામે પણ ફરિયાદ નોંધી છે. પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધીને નઝીર વોરા અને તેના પુત્ર સામે પણ ફરિયાદ નોંધામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, જુહાપુરામાં ગેંગવોરમાં ફાયરિંગ થયું છે. જેમાં કુખ્યાત નઝીર વોરા સામે ફાયરિંગ થતા તે ઇજાગ્રસ્ત બન્યો હતો. અંગત અદાવતમાં આરોપીઓએ ફાયરિંગની સાથે તલવારો પણ ઉછાળી હતી. મતદાન બાદ આ ઘટના બનતા કિસ્સો તમામનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થયું હતુ.
અમદાવાદનાં વાડજમાં પણ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર હથિયારો સાથેના વીડિયો મૂકી લોકો ભય ફેલાવી રહ્યા છે. લુખ્ખા તત્વોના આંતકથી સ્થાનિકોમાં દેહેસતનો માહોલ છવાયો છે. રાત્રિના સમયે તલવારો અને હથિયારો લઈને વિસ્તારોાં આતંક ફેલાવી રહ્યા છે. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ના કરવામાં આવતી હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે.SS1MS