ગણપતિ બાપ્પા મોરયા! ટીવી કલાકારોના ઘરે બાપ્પાનું આગમન!
ગણેશોત્સવનું આગમન થઈ ચૂક્યું હોવાથી સર્વત્ર રોમાંચનું વાતાવરણ છે. ઘેર ઘેર બાપ્પાને ઘેર લાવવા માટે તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. આ સ્વર્ણિમ ઉજવણી અને આધ્યાત્મિક ભક્તિનો અવસર છે. લોકપ્રિય ટેલિવિઝન કલાકારો પણ બાપ્પાનું સ્વાગત કરવા અને સમૃદ્ધિ અને
સદભાગ્ય લાવતા આ ભગવાન પ્રત્યે તેમની હૃદયસ્પર્શી લાગણીઓ, પ્રેમ વ્યક્ત કરવા માટે સુસજ્જ છે. આમાં નેહા જોશી (યશોદા, દૂસરી મા), ગીતાંજલી મિશ્રા (રાજેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને રોહિતાશ ગૌર (મનમોહન તિવારી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.
દૂસરી માની નેહા જોશી ઉર્ફે યશોદા કહે છે, “દર વર્ષે ગણપતિ બાપ્પા તેમની હાજરીથી આપણા પૂર્વજના ઘરમાં સુખસમૃદ્ધિ લાવે છે. આ દિવસે આખો પરિવાર એકત્ર આવતો હોવાથી તેનું મહત્ત્વ અનન્ય છે. જોકે મારા વાલીઓ અને મેં તાજેતરમાં અડધા દિવસ માટે અમારા નાશિકના ઘરે બાપ્પાનું સ્વાગત કરવાની પરંપરા શરૂ કરી છે. આ વિશેષ અવસરની તૈયારી પખવાડિયા પૂર્વે જ શરૂ થઈ ચૂકી હતી.
મારી મારા પિતા ક્રિયાત્મક પાસાં સંભાળી રહ્યા છે, જ્યારે મારી માતાએ રસોડાનો હવાલો સંભાળી લીધો છે. આજે અમે વહેલાં ઊઠીને પ્રતિષ્ઠાપનાની વિધિ કરી અને સવારે આરતી કરી. અમારા મહેમાનોએ આવવાનું શરૂ કરી દીધું છે અને પરંપરા અનુસાર અમે આશરે 100-150 સંબંધીઓ અને મિત્રોને આમંત્રિત કર્યા છે. મારું મને ખુશીથી ઊભરાઈ રહ્યું છે. હું સુખાકારી અને ખુશી માટે ગણપતિ બાપ્પાને મનઃપૂર્વક પ્રાર્થના કરું છું. દરેકને સુખી અને સમૃદ્ધ ગણેશ ચતુર્થીની શુભકામના!”
હપ્પુ કી ઉલટન પલટનની ગીતાંજલી મિશ્રા ઉર્ફે રાજેશ કહે છે, “ગણેશચતુર્થી અમારે માટે વાર્ષિક પરંપરા હોવાથી ઉત્સુકતાથી વાટ જોતાં રહીએ છીએ. આ વર્ષે મારા ઘરમાં ગણેશમૂર્તિ સ્થાપનાનું ચોથું વર્ષ છે અને મને મારા નવા હપ્પુ કી ઉલટન પલટન પરિવાર સાથે ઉજવણી કરવાની ખુશી છે.
હું પારંપરિક પોશાક ધારણ કરીને ઢોલનગારાના તાલે બાપ્પાનું સ્વાગત કરીશ. મારી ગણેશમૂર્તિ ગયા વર્ષ કરતાં થોડી મોટી છે અને મેં મોદક અને લાડુ ધરાવવા માટે તૈયાર કર્યાછે. અમારું પંડોલ એકદમ સાદું અને પર્યાવરણ અનુકૂળ છે. મને આ તહેવારમાં બધા ભેગા થાય છે અને તેમની અંદર ખુશી અને હકારાત્મક ઊર્જા જોવા મળે છે તેની ખુશી છે. ગણપતિ બાપ્પા મોરયા!”
ભાભીજી ઘર પર હૈનો રોહિતાશ ગૌર ઉર્ફે મનમોહન તિવારી કહે છે, “ગણપતિ બાપ્પા અમારા ઘરને અસીમિત ખુશી અને હકારાત્મકતાથી ભરી દે છે. ભગવાન ગણેશની મૂર્તિ તરફ મીટ માંડતાં મારો રોમાંચ ચરમસીમાએ પહોંચે છે. અમે છેલ્લા દસ દિવસથી સૂઝબૂઝપૂર્વક નિયોજન કર્યું છે.
મારી પુત્રી આ વર્ષે બાપ્પા ઘરે લાવી છે, જેને લીધે હું મારા ભાભીજી ઘર પર હૈના શૂટિંગ પર ધ્યાન આપી શકીશ. મારા બાળકો ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને તેઓ ભક્તિભાવથી પૂજા કરે છે તેની મને ખુશી છે. અમે સવારે સ્થાપના આરતી હતી અને મારી પત્નીએ છપ્પનભોગ તૈયાર કર્યો હતો.
અમારી પરંપરામાં દુર્વા, મોદક, ગોળ, નારિયેળ, લાલ ફૂલો, લાલ રક્તચંદન અને કપૂર ભગવાનને ધરીએ છીએ. મારા ઘરે મિત્રો અને પરિવારજનો બાપ્પાનાં દર્શન કરવા આવે છે, જેની મને બહુ ખુશી થાય છે. હું દરેકને બાપ્પા આશીર્વાદ આપે અને મારા વહાલાજનોના સ્વાસ્થ્ય અને ખુશી માટે પ્રાર્થના કરું છું.”