જર્જરીત બ્રિજ પર ગાબડાંથી અંક્લેશ્વરના ઉછાલીમાં મોટી હોનારતનું જાેખમ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર – રાજપીપળાને જાેડતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉછાલી બ્રિજ પર મસમોટુ ગાબડું પડતા મોટી દુર્ઘટનાનું જાેખમ તોળાઈ રહ્યું છે.જાેકે બાજુમાં બનતા નવા બ્રિજનું ધીમીગતિએ ચાલતા કામ સામે વાહનચાલકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
અંકલેશ્વર અને રાજપીપળાને જાેડતા એક માત્ર રસ્તા પર વાહન ચાલકો માટે ખતરો ઉભો થયો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીને સાંકળતા આ માર્ગ પર ઉછાલી બ્રિજ અત્યંત જાેખમી બની ગયો છે. ઉછાલીના જર્જરીત બ્રિજ પર આરપાર દેખાતું ગાબડું પડતા ગમે ત્યારે હોનારત સર્જવાનો ભય ઉભો થયો છે.
જાેખમી બ્રિજ પરથી ભારે અને હલકા વાહનો સતત પસાર થઈ રહ્યા હોય ત્યારે દુર્ઘટના સર્જાઈ તે પેહલા તંત્ર દ્વારા તાકીદના પગલાં લેવાય તે જરૂરી બન્યું છે.
જુના જર્જરીત બ્રિજની બાજુમાં નવો બ્રિજ બની રહ્યો છે.જાેકે નવા બ્રિજનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતા વાહન ચાલકો રાજપીપળાથી અંકલેશ્વર અવર જવર માટે આ જાેખમી બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે.જેથી વાહન ચાલકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.